- વડોદરા કોંગ્રેસ જિલ્લા મથક પર ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ
- અત્યાર સુધીમાં ખેડૂત આંદોલનમાં 30 ખેડૂતો શહીદ થયા
- કોંગ્રેસે ભાજપ પર કર્યા આક્ષેપ
વડોદરાઃ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા સ્તરે આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલી પાઠવી વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર જીતુભાઈ પટેલને માસ્ક નહીં પહેરવા બદલ પોલીસે 1 હજારનો દંડ ફટકારતા વિવાદ સર્જાયો હતો.
કિસાન આંદોલનમાં શહીદ થયેલા કુલ 30 ખેડૂતોને જિલ્લા કોંગ્રેસે શ્રદ્ધાંજલિ આપી
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો 27મો દિવસ છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે. અગાઉ એક દિવસ ઉપવાસ કરનારા આંદોલનકારી ખેડૂતોએ હવે 24 કલાકના ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. હાલમાં દિલ્હી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં શહીદ થયેલા કુલ 30 ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા મથકો પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા કોંગ્રેસે ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને અર્પી શ્રદ્ધાંજલિ ભાજપના શાસનમાં ખાનગીકરણ થકી ભ્રષ્ટાચાર વકર્યોવડોદરા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડૉ જીતુભાઇ પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને એક મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા 3 કૃષિ બિલનો વિરોધ કર્યો હતો. પત્રકાર પરિષદ દરમ્યાન ડૉ. જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સંવેદનહીન ભાજપના શાસનમાં ખાનગીકરણ થકી ભ્રષ્ટાચાર વકર્યો છે અને " મર જવાન મર કિસાન " નું સૂત્ર અપનાવ્યું હોય તેમ લાગે છે. કોરોના કાળમાં ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા ઉતાવળા નિર્ણયો લીધા છે. અગાઉ ગોરા અંગ્રેજો શાસન ચલાવતા હવે કાળા અંગ્રેજો શાસન ચલાવે છે.
જીતુ પટેલને માસ્ક નહીં પહેરવા બદલ પોલીસે 1 હજારનો દંડ ફટકાર્યોઅત્રે ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાંજલિ પાઠવવા વડોદરા આવી પહોંચેલા કોંગ્રેસ ઉપપ્રમુખ ડોક્ટર જીતુ પટેલને દેણા ચોકડી પાસે પોલીસે અટકાવ્યા હતા અને કોવિડ ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ રૂપિયા 1000નો દંડ ફટકારવા મામલે વિવાદ સર્જાયો હતો. આ મામલે તેમણે ભાજપ સરકારની ટીકા કરી આમ જનતાની વેદના વ્યક્ત કરી હતી.
ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ ગ્રામસભા યોજશે
આમ આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના દરેક જિલ્લા સ્તરે શ્રદ્ધાંજલિ તેમજ ગ્રામ સભાના કાર્યક્રમો યોજી ખેડૂત આંદોલનમાં સમર્થન કરાશે.