- વડોદરામાં કોરોનાના કારણે પણ કેટલાય લોકો મોતને ભેટી રહ્યા
- હોસ્પિટલમાં થતા મરણના ખોટા આંકડા જ જાહેર કરાય છે
- સ્મશાનમાં રહેલા અસ્થિ તેમજ રાખ વહેલી તકે યોગ્ય જગ્યાએ નિકાલ કરવાની માંગણી
વડોદરા :જિલ્લામાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાના કારણે પણ કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. બીજી તરફ સરકારી તંત્રએ ખાનગી હોસ્પિટલોની સારવારની આડમાં ઉઘાડી લૂંટનો જાણે પરવાનો આપી દીધો હોય તેમ દર્દીઓની સારવારના નામે લાખો રૂપિયા ખંખેરી લીધા છે.
અર્ધ બળેલા મૃતદેહોનો નિકાલ કરીને નવી ચિત્તા ઉભી કરાતા રાખના ઢગલે ઢગલા થયા
દર્દી સાજો થાય તો ઠીક છે. નહિતર યેનકેન પ્રકારના બહાના દાખવીને દર્દીનો મૃતદેહ PPE કીટમાં પેક કરીને સુપ્રત કરી દે છે. સરકારી તંત્ર સરકારી હોસ્પિટલમાં થતા મરણના ખોટા આંકડા જ જાહેર કરીને જનતાને ઉલ્લુ બનાવે છે. કોરોનાના દર્દીનું મૃત્યુ ભલે ગમે તે હોસ્પિટલમાં થાય પરંતુ મૃતદેહ અવ્વલ મંઝિલ સ્મશાનમાં જ આવે છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે, તંત્ર સાચા આંકડાની કેવી માયાજાળ રચીને ગુમરાહ કરે છે. સ્મશાનોમાં ચિત્તા ઠરતી નથી તે પૂર્વે ગોઠવાઈ જાય છે. જેના કારણે અર્ધ બળેલા મૃતદેહોનો નિકાલ કરીને તુરંત નવી ચિત્તા ઉભી કરાતા રાખના ઢગલે ઢગલા થઈ ગયા છે.
આ પણ વાંચો : યાત્રાધામ દ્વારકામાં સ્મશાન પાછળ રહેતા લોકોના ઘરમાં આવે છે અગ્નિસંસ્કારની રાખ
સ્માર્ટ સિટી વડોદરામાં અસંખ્ય સ્મશાન આવેલા
સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી વડોદરામાં અસંખ્ય સ્મશાન આવેલા છે. જેમાં સૌથી મોટું ખાસવાડી સ્મશાન છે. કોરોના સંક્રમણ વાયરસના કારણે કેટલાય સ્વજનોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે અને ખાસવાડી સ્મશાન ખાતે અગ્નિદાહ આપ્યો છે. અગ્નિદાહ આપ્યા પછી સ્વજનો પોતાના મૃતકની અસ્થિ લઈ જાય છે. જ્યારે અન્ય અસ્થિ અને રાખ સ્મશાનમા રાખતા હોય છે.