- ગુજરાત સરકાર દ્વારા સૂચિત વ્યવસાય વેરામાં વધારો કરવામાં આવ્યો
- સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશને વધુ એક વખત સરકાર સામે બાંયો ચઢાવી
- મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને પત્ર લખી વ્યવસાય વેરામાં કરાયેલો વધારો પરત ખેંચવા માગ કરી
- 2.5 લાખથી 5 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને 500ને બદલે 2500 રૂપિયાનો ટેક્સ સૂચવવામાં આવ્યો
વડોદરાઃકોરોનાના કપરાકાળ દરમિયાન અપાયેલા લોકડાઉનને પગલે સમગ્ર ભારતભરના તેમજ ગુજરાતરાજ્યના વેપારીઓ હાલ અભૂતપૂર્વ મંદીમાં છેલ્લા 15 મહિનાથી હેરાન થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં ધરખમ સૂચિત વધારો સૂચવતા વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. જેને લઈ વડોદરા શહેરના સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ચેરમેન મહેન્દ્રભાઈ શાહ, પ્રમુખ પ્રમોદભાઈ ભગત, મહામંત્રી પરેશભાઈ પરીખ તેમજ અગ્રણી રમેશભાઈ પટેલે મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ સંપૂર્ણપણે ખલાસ થઈ જાય તેમજ ઓનલાઈન બિઝનેશ અને FBIની કંપનીઓ મોટા પાયે ધંધો કરે તેવા આક્ષેપો સાથે રાજ્ય સરકાર વિરુદ્ધ વધુ એક વખત બાંયો ચઢાવી હતી.
આ પણ વાંચોઃ વેરા સમાધાન યોજનામાં વેપારીઓ દ્વારા મુદ્દત વધારાની કરી રહ્યા છે માંગ, જાણો શું છે કારણ.....
સરકાર નાના વેપારીઓને નારાજ ના કરે, સમૂહમાં આપઘાત કરવાની મંજૂરી આપી દો: વેપારી અગ્રણી પરેશભાઈ પરીખ
સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના મહામંત્રી પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર એવું ઈચ્છે છે કે, તેઓ મીડિયા મારફતે રોજબરોજ સરકાર વિરુદ્ધ કોઈકને કોઈક ભાષણ આપી રહ્યા છીએ. માંડ માંડ બધું થાળે પડ્યું ત્રણ વાગ્યા સુધીના લોકડાઉન ખોલવામાં અમને તેમણે મનાવી લીધા ત્યારે બે દિવસ પહેલા એક સૂચિત વધારો તેમના ધ્યાનમાં આવ્યો.દેશના વડાપ્રધાન મોદી જ્યારે GST એપ્લિમેન્ટ કર્યો ત્યારે એવી વાત હતી વન નેશન વન ટેક્સ અને એ વખતે વેપારીઓએ ત્રણ વર્ષ પહેલાં વિરોધ કર્યો હતો કે વ્યવસાય વેરો પણ એટલે કે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ થવો જોઈએ.