ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ચેક બાઉન્સ કેસમાં રાજસ્થાન ભેલ હાઉસના વેપારીને એક વર્ષની જેલ - Judicial Magistrate

વડોદરા શહેરની પ્રખ્યાત રાજસ્થાન પાણીપુરીના વેપારી દીનેશચંદ્ર શર્માએ તેના મિત્ર જીતેન્દ્ર સોલંકી પાસેથી ધંધો ચાલુ કરવા માટે 10 લાખ રૂપિયા લીધા હતા.જોકે, જીતેન્દ્ર સોલંકીને માલૂમ પડ્યું કે, દિનેશ શર્માએ ધંધો ચાલુ કરવા માટે ખોટા વાયદા આપ્યા હતા. જેથી જીતેન્દ્ર સોલંકીએ 10 લાખ રૂપિયા પાછા માગતા દિનેશચંદ્ર શર્માએ પાંચ-પાંચ લાખના બે ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ થતા જીતેન્દ્ર સોલંકીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસનો આજે સોમવારે ચુકાદો આવ્યો હતો.

વડોદરામાં ચેક બાઉન્સ કેસમાં રાજસ્થાન ભેલ હાઉસના વેપારીને એક વર્ષની જેલ
વડોદરામાં ચેક બાઉન્સ કેસમાં રાજસ્થાન ભેલ હાઉસના વેપારીને એક વર્ષની જેલ

By

Published : Mar 22, 2021, 9:47 PM IST

  • વડોદરામાં ચેક બાઉન્સ કેસમાં વેપારીને એક વર્ષની જેલ
  • પાંચ-પાંચ લાખના બે ચેક થયા હતા બાઉન્સ
  • પાંચ લાખની સામે રૂપિયા 10 લાખની રકમ ચૂકવવાનો આદેશ

વડોદરાઃ શહેરમાં વેપારી દિનેશ શર્મા અને શહેરના સામાજિક કાર્યકર એવા જીતેન્દ્ર સોલંકીએ શહેરના નિઝામપુરા ખાતે ધંધો ચાલુ કરવા માટે જીતેન્દ્ર સોલંકીએ મિત્રતા ના ભાવે 10 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, જીતેન્દ્ર સોલંકીને માલૂમ પડ્યું કે, દિનેશ શર્માએ ધંધો ચાલુ કરવા માટે ખોટા વાયદા આપ્યા હતા. જેથી જીતેન્દ્ર સોલંકીએ 10 લાખ રૂપિયા પાછા માગતા દિનેશચંદ્ર શર્માએ પાંચ-પાંચ લાખના બે ચેક આપ્યા હતા.

બીજો કેસ કર્યો છે તેનો ચૂકાદો આવવાનો હજુ બાકી

ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં બેલેન્સ ન હોવાના કારણે ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ 2013માં જીતેન્દ્ર સોલંકીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ આજે સોમવારે કેસનો ચુકાદો આવ્યો હતો. જેમાં વડોદરા જ્યૂડીશયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ત્રીજા કોર્ટના જજે હુકમ કર્યો છે કે, સુભાનપુરાના દિનેશચંદ્ર શર્માને એક વર્ષની સાદી કેદ અને પૈસા આપ્યાને 10 વર્ષનો સમય થઈ ગયો હોવાથી રૂપિયા પાંચ લાખની સામે રૂપિયા 10 લાખની રકમ જીતેન્દ્ર સોલંકીને ચૂકવવાનો આદેશ કર્યો હતો અને જો એ રકમ ન ચૂકવે તો કોર્ટે વધુ છ મહિનાની કેદનો હુકમ કર્યો હતો. જોકે, જીતેન્દ્ર સોલંકીએ પાંચ લાખનો જે દિનેશચંદ્ર શર્મા પર બીજો કેસ કર્યો છે તેનો ચૂકાદો આવવાનો હજુ બાકી છે.

ABOUT THE AUTHOR

...view details