વડોદરાઃ ડભોઈ નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ઘટક અંતર્ગત રૂ. 4.85 કરોડની ગ્રાન્ટમાંથી ડભોઈ સ્વામિનારાયણ મંદિર બાજુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના તિલકવાડા રોડ ઉપર ઓડિટોરિયમ ટાઉન હોલનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. ડભોઈ પંથકમાં જાગનાથ પાર્ક ખાતે નગરના સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત નાટક જેવા કાર્યક્રમો યોજવા આ ટાઉનહોલ બનાવવામાં આવશે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
ડભોઈમાં રૂપિયા 4.85 કરોડના ખર્ચે તૈયાર થનારા ટાઉનહોલનું ખાતમુહૂર્ત કરાયું
વડોદરામાં ડભોઈ નગરપાલિકા દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ તિલકવાડા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે રૂ. 4.85 કરોડના ખર્ચે નિર્માણ થનારા ઓડિટોરિયમ ટાઉનહોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત ધારાસભ્ય તેમ જ સાધુસંતોના હસ્તે કરવામાં આવ્યુ હતું.
શૈલષ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું કે, દર્ભાવતિ નગરી ડભોઈમાં નાટક-સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે ટાઉનહોલની જરૂરિયાત હતી. અદ્યતન સુવિધાઓથી સજ્જ તૈયાર થઈ રહેલો આ ઓડિટોરિયમ હોલ કલાનગરીના કલાકારો સહિત નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉપયોગી બની રહેશે.
આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના મહંત તથા નગરપાલિકા પ્રમુખ અનસુયા વસાવા, કારોબારી ચેરમેન મુકેશ શાહ, ઉપપ્રમુખ અફઝલ કાબાવાલા, ચીફ ઓફિસર અનંદુ સુરેશ ગોવિંદ, ડભોઈ શહેર ભાજપ પ્રમુખ ડો. સંદીપ શાહ, વડોદરા જિલ્લા ડૉક્ટર સેલ પ્રમુખ ડો. બી. જે. બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિન પટેલ સુભાષ ભજવાની, એમ. એચ. પટેલ, વિશાલ શાહ તેમ જ નગરપાલિકાના સભ્યો અને નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.