- પાનોલી ઇન્ટરમિડિએટ કંપનીનું ટાવર પડતાં કામદારનું મોત
- ભાજપ અગ્રણી રાજેન્દ્રસિહ ગોહિલ પર કોન્ટ્રેક્ટરે રિવોલ્વર તાણી દેતાં મામલો ઉગ્ર બન્યો
- પાનોલી કંપનીના કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
વડોદરાઃ પાનોલી ઇન્ટરમિડિએટ કંપનીમાં કામદારના મોતને લઈને ફાયરબ્રિગેડ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં મૃતકના પરિવારજનોને સાંંત્વના આપવા પહોંચેલા વડોદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ મંગલસિંહ ગોહિલ પર કંપનીના લેબર કોન્ટ્રાકટરે રિવોલ્વર તાકી દેતાં મામલો ઉગ્ર બન્યો હતો. પાનોલી ઇન્ટરમિડીએટના ફેબ્રિકેશન કોન્ટ્રાક્ટર મોહકમસિંહે વિસ્તારના ભાજપના અગ્રણીઓ પર પોલીસની સામે જ રિવોલ્વર તાણી દેતાં મામલો ભારે ઉગ્ર બન્યો હતો. જ્યારે પોલીસ પણ ઉભા ઉભા તમાશો જોતી રહી હતી. બનાવ બાદ ભાજપ અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહિલે રિવોલ્વર કાઢીને ધમકી આપનાર પાનોલી કંપનીના કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
નંદેસરીમાં ટાવર ધરાશાયી થતાં કર્મચારીનું મોત, ભાજપ નેતા સામે તકાઈ ગઇ રિવોલ્વર - રિવોલ્વર
વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી પાનોલી ઇન્ટરમિડિએટ કંપનીમાં ટાવર ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું હતું. ઘટના બનતાંની સાથે જ ગ્રામજનો અને મૃતક કામદારના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને હોબાળો મચાવ્યો હતો.
નંદેસરીમાં ટાવર ધરાશાયી થતાં કર્મચારીનું મોત, ભાજપ નેતા સામે તકાઈ ગઇ રિવોલ્વર
આ પણ વાંચોઃ LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર