ગુજરાત

gujarat

ETV Bharat / city

અકસ્માત કાર ચગદાઇ જતાં ત્રણ લોકોનું ઘટના સ્થળે જ થયું મોત - વડોદરા હાઈવે ન્યૂઝ

વડોદરા શહેર નેશનલ હાઇવે ઉપર શનિવારે વહેલી સવારે કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. પોલીસે મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી હતી.

કપુરાઇ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી
કપુરાઇ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી

By

Published : May 15, 2021, 1:10 PM IST

Updated : May 15, 2021, 2:01 PM IST

  • કપુરાઇ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી
  • કારમા રહેલા ત્રણ લોકોનું ઘટના સ્થળે જ થયું મોત
  • કારમાં બેઠેલા ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા સીટ પર જ ઢળી પડ્યા
  • પોલીસે મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી

વડોદરા: નેશનલ હાઇવે ઉપર શનિવારે વહેલી સવારે કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારચાલકને ઝોકું આવી જતાં ડ્રાઇવિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રકમાં ભટકાઇ હતી. અકસ્માતમાં મોત થયેલા ત્રણ યુવાનો અમદાવાદથી સુરત તરફ જઇ રહ્યા હતા.

પોલીસે મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી

આ પણ વાંચો: મુરૂ ગામ પાસે ટ્રક અને ડમ્પર સામસામે અથડાતાં લાગી આગ, ડમ્પર ચાલકનું મોત

ત્રણેય યુવાનોના થયા મોત

કારચાલકે ડ્રાઇવિંગ ઉપરથી કાબૂ ગુમાવતા જ કાર રોડ વચ્ચેનો ડિવાઇડર કૂદી રોંગ સાઇડ ઉપર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને તે જ સમયે સુરતથી અમદાવાદ તરફ પુરપાટ જઇ રહેલી ટ્રકમાં કાર ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતા જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં ત્રણેય યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા. વહેલી સવારે બનેલા આ બનાવની જાણ થતાં જ કપુરાઇ બ્રિજ નીચે રહેતા લોકો તેમજ પસાર થતાં લોકો દોડી ગયા હતા. આ બનાવને પગલે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલાયા

બીજી બાજુ આ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં તરત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં સવાર 3 યુવાનોના મૃતદેહો ફસાઇ જતાં પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઇ મૃતદેહો બહાર કઢાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો:ભરૂચના નેત્રંગ મોવી રોડ પર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આ સાથે પાણીગેટ પોલીસે મોતને ભેટેલા યુવાનોની કારમાંથી મળેલા લાયસન્સ સહિતના દસ્તાવેજોના આધારે તેઓના પરિવારને બનાવની જાણ કરી હતી. પોલીસે બનાવની જાણ કરતા જ સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યા હતા. બીજી બાજુ પાણીગેટ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Last Updated : May 15, 2021, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details