- વડોદરા રેપ કેસ મામલો: રેલ્વેના રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીનુ નિવેદન
- આ કેસ કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે
- ઘટના ક્રમ અને તમમ સાક્ષી-આરોપીની સંભાવના મુદ્દે સેકસ ઓફેન્ડરની તપાસ
વડોદરા: ગત મહિને ગેંગ રેપની ઘટના ઘટી હતી. ઘટનાનો ભોગ બનેલી પીડિતાએ ગુજરાત ક્વિનમાં જીવન ટુંકાવી દેતા (vadodara rape suicide case) શરૂ થયેલી તપાસમાં સમગ્ર વિગત સામે આવી હતી. ગતરોજ રેલવે આઇ.જી. સુભાષ ત્રિવેદી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેક્સીન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મામલે 400થી વધુ CCTV ફૂટેજીસની ચકાસણી કરી લેવામાં આવી છે અને પોલીસની 25 જેટલી ટીમો કામ કરી રહી છે.
વડોદરાના પોલીસ કમિશ્નર પણ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા
આ મામલે રેલવે પોલીસ, વડોદરા પોલીસ, એફ.એસ.એલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોર્ડ તપાસમાં જોડાઇ છે. આજરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch )ની મહિલા ઓફિસરની ટીમ તપાસ અર્થે વડોદરા આવી પહોંચી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા જે એન.જી.ઓમાં કામ કરતી હતી, ત્યાં કામ કરતા અન્ય લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. સુત્રના જણાવ્યા પ્રમાણે, પોલીસે તમામ પુરાવાઓની તપાસ બાદ 2 શકમંદોની અટકાયત કરી છે અને હાલ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. ગતરોજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો.સમશેરસિંગ પણ મોડી રાત્રે વેક્સીનની મુલાકાતે પહોંચ્યા હતા.