વડોદરા : સાઉથની ફિલ્મ પુષ્પાનો રંગ લોકોમાં એવો ચડ્યો છે કે હવે ચોરો (Theft Sandalwood in Vadodara) ચંદનની ચોરી કરવા લાગ્યા છે. વડોદરામાં પુષ્પરાજ જેવો સીન જોવા મળી રહ્યો છે. એમ.એસ યુનિવર્સિટીમાં અનેક ચંદનના વૃક્ષો આવેલા છે. આ ચંદનના વૃક્ષ હવે સુરક્ષિત રહ્યા નથી. યુનિવર્સિટીમાં ચંદનના વૃક્ષની ચોરીના બનાવો વધી રહ્યા છે. એક જ મહિનામાં બે વખત ચંદનના વૃક્ષની ચોરી (Vadodara MS University) થતાં સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે.
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પુષ્પાનો રંગ દેખાયો આ પણ વાંચો :સુરતમાં પણ 'પુષ્પા': ચંદન ચોરી શખ્સો થયાં રફૂચક્કર, આ રીતે આપ્યો ઘટનાને અંજામ
સુરક્ષા સામે સવાલ -વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં પરિસરમાંથી (Theft at MS University) ચંદનની ચોરી થઇ છે. રાત્રે તસ્કરો ચંદનના ઝાડને કાપી ફરાર થઇ ગયા હતા. પરિસરમાંથી જ ચંદનના વૃક્ષની ચોરી થતાં સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પરિસરમાંથી તસ્કરો ચંદનના વૃક્ષની ચોરી કરી ગયા હતા. ત્યારે ચાલુ માસમાં ચંદનના વૃક્ષની ચોરીના બે બનાવ સામે આવ્યા છે. યુનિવર્સિટીના પરિસરમાંથી ચંદનના વૃક્ષની ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.
આ પણ વાંચો :સુરતના ગાંધીબાગમાં ચંદનના ઝાડને કાપી કરાઈ ચોરી
સિક્યુરિટી હોવા છતાં ચોરી - જે રીતે પુષ્પા ફિલ્મમાં જંગલમાંથી ચંદનના વૃક્ષ (Theft of Sandalwood Trees at MS University) કાપીને લઈ જાય છે, તેવી જ રીતે વડોદરા શહેરમાં ચોરોને પણ પુષ્પાનો રંગ લાગ્યો છે. યુનિવર્સિટી કે પછી કમાટીબાગ માંથી પણ ચંદનના વૃક્ષની ચોરી થઇ રહી છે. આ પહેલા કમાટીબાગમાં સિક્યુરિટી હોવા છતાં તસ્કરોએ ચંદનની ચોરી કરી જવામાં સફળ થયા હતા જે ખરેખર (Theft of Sandalwood in Gujarat) ચિંતાનો વિષય છે. જો કે આ બાબતે તંત્ર વહેલી તકે પગલાં લે તેવી આશા સેવાઈ રહી છે.