વડોદરા: પાદરામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રવિવારે રાત્રે પાતળિયા હનુમાન રોડ પર આવેલી સંતરામનગર સોસાયટીમાં તસ્કરોએ વધુ એક ગુનાને અંજામ આપ્યો છે. સંતરામનગર સોસાયટીમાં રહેતા પંચાલ પરિવારના બંધ મકાનને ટાર્ગેટ કરી તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા.
પાદરાના સંતરામનગરમાં બંધ મકાનમાંથી લાખોની કિંમતના દાગીનાની ચોરી
વડોદરાના પાદરામાં એક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. સંતરામનગર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ સોના-ચાંદીના દાગીના ચોરી કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 પરિવારના સોના-ચાંદીના દગીનાની ચોરી કરવામાં આવી છે.
મકાન માલિકના જણાવ્યા અનુસાર, તેમની 2 વર્ષની દિકરી બીમાર હોવાના કારણે પતિ-પત્ની દિકરીને લઈને વડોદરા સારવાર કરાવવા ગયા હતા, ત્યારે તેમના બંધ મકાનને ટાર્ગેટ કરી તસ્કરોએ લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા.
મકાન માલિકના જણાવ્યાં પ્રમાણે, તેમના સાઢુભાઈના સોના-ચાંદીના દાગીના પણ તેમને ત્યાં સાચવવા માટે મૂક્યાં હતાં, જેમાં દેવાંગ પંચાલ દવાખાને હોવાથી તસ્કરોને બંધ મકાનનો લાભ લઈને તિજોરીમાં મૂકેલા લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. જેની મકાન માલિકે પોલીસને જાણ કરી હતી.