ગુજરાત

gujarat

ETV Bharat / city

Theft in Indian Railway: લગ્નમાં ડેકોરેશન ટેક્નિશિયનના વેશમાં પહોંચી રેલવે LCB, ટ્રેનમાં ચોરી કરનારને ફિલ્મી ઢબે ઝડપ્યો - લગ્નમાં ડેકોરેશન ટેકનિશિયન

મુસાફરોની ઊંઘનો લાભ લઇને રેલવેમાં સામાનની ચોરી (Theft in Indian Railway) કરતા હિસ્ટ્રીશીટરની રેલવે પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રેલવે LCBનો સ્ટાફ લગ્નમાં ડેકોરેશન ટેક્નિશિયનના વેશમાં પહોંચ્યો હતો અને આરોપીને ઝડપ્યો હતો.

Theft in Indian Railway: લગ્નમાં ડેકોરેશન ટેક્નિશિયનના વેશમાં પહોંચી રેલવે LCB, ટ્રેનમાં ચોરી કરનારને ફિલ્મી ઢબે ઝડપ્યો
Theft in Indian Railway: લગ્નમાં ડેકોરેશન ટેક્નિશિયનના વેશમાં પહોંચી રેલવે LCB, ટ્રેનમાં ચોરી કરનારને ફિલ્મી ઢબે ઝડપ્યો

By

Published : Feb 17, 2022, 4:40 PM IST

વડોદરા: રેલવેમાં મુસાફરી (Travelling by Indian Railway) કરતા મુસાફરોની ઊંઘનો લાભ લઇ તેમના સામાનની ચોરી(Theft in Indian Railway) કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવનાર મૂળ યુપીના હિસ્ટ્રીશીટર (history sheeter of up)ને રેલવે LCBએ ફિલ્મી ઢબે ઝડપી પાડી અનેક ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. રેલવેમાં મુસાફરો સુઈ જાય ત્યારે સિફતપૂર્વક તેમના સામાનની ચોરી કરનારા મૂળ ઉત્તરપ્રદેશના હિસ્ટ્રીશીટર રાકેશ આહીરવારને રેલવે LCB (indian railways lcb)એ ફિલ્મી ઢબે ઝડપી પાડી 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

LCBએ આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડી 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

આ પણ વાંચો:Cow Terror in Vadodara: વડોદરા મહાનગરપાલિકાની ઢોરપાર્ટી ગાયને પકડવા ગઈ ને પછી શું થયું, જુઓ

CCTVમાં બેગ લઈ જતો જોવા મળ્યો

રેલવે DySP બી.એસ.જાધવે જણાવ્યું હતું કે, 8 ફેબ્રુઆરીના રોજ મુસાફર અવંતિકા એક્સપ્રેસ (Avantika Express Couch) ના બી-2 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન વાપી રેલવે સ્ટેશન (Vapi Railway Station) આવતા તેઓ જાગીને જોતા તેમનો સામાન જોવા મળ્યો નહોતો. ફરિયાદને આધારે રેલવે LCBને આરોપી CCTVમાં બેગ લઈ જતો જોવા મળ્યો હતો. બાતમીને આધારે આરોપી રાકેશ આહીરવાર કે જે સેલવાસમાં રહેતો હતો અને મૂળ યુપીનો હોવાથી લગ્ન પ્રસંગમાં વતન ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો:વડોદરા આર્કિટેક એસોસિએશનના પ્રમુખને મહિલા અધિકારી સાથે દૂરવ્યવહાર કરવુ ભારે પડ્યુ

લગ્નમાં ડેકોરેશન ટેક્નિશિયનના વેશમાં પહોંચી LCBની ટીમ

જો કે આરોપી ભાગી ન જાય તે માટે રેલવે LCBનો સ્ટાફ લગ્નમાં ડેકોરેશન ટેક્નિશિયન (decoration technician in marriage)ના વેશમાં પહોંચ્યો હતો અને આરોપી રાકેશને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. વેકસિન ઇન્સ્ટિયુટ (vaccine institute vadodara)માં નવસારીની યુવતી પર રેપ મામલે રેલવે પોલીસને પૂછાતાં તેઓએ હજુ પણ SIT તપાસ કરતી હોવાનું રટણ કર્યું હતું અને યુવતીને રીક્ષામાં બેસાડી વેક્સિન ઇન્સ્ટિયુટ લઈ ગયા હોવાથી અત્યાર સુધી 4000થી વધુ રિક્ષાઓની તપાસ કરી હોવાનું અને 2200 રિક્ષાઓ ચેકિંગ કરવાની બાકી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 4 માસ વિત્યા છતાં હજુ પોલીસ કોઈ ચોક્કસ પરિણામ પર આવી નથી. એટલે અચાનક કેસ મામલે પૂછતાં અધિકારીઓ પણ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાયા હતા.

ABOUT THE AUTHOR

...view details