ગુજરાત

gujarat

By

Published : May 16, 2020, 4:53 PM IST

ETV Bharat / city

જમ્મુ-કાશ્મીરથી સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા આલેવા જમાતીઓનું રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ કરાયું

જમ્મુ-કાશ્મીરથી સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદ જઇ રહેલા 15 જમાતીઓને પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ કરાવી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ મોકલ્યા હતા. આ જમાતીઓ જમ્મુ-કાશ્મીરથી આવી રહ્યા હતા.

screened at the railway station in Vadodara
જમ્મુ-કાશ્મીરથી ટ્રેનમાં અમદાવાદ જઇ રહેલા જમાતીઓનુ વડોદરામાં રેલ્વે સ્ટેશન પર સ્ક્રિનિંગ કરાયું

વડોદરાઃ જમ્મુ-કાશ્મીરથી સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદ જઇ રહેલા 15 જમાતીઓને પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ કરાવી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ મોકલ્યા હતા. આ જમાતીઓ જમ્મુ-કાશ્મીરથી આવી રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરથી ટ્રેનમાં અમદાવાદ જઇ રહેલા જમાતીઓનુ વડોદરામાં રેલ્વે સ્ટેશન પર સ્ક્રિનિંગ કરાયું

એસ.ઓ.જી. પોલીસને માહિતી મળી હતી કે, જમ્મુ-કાશ્મીરમાં મસ્જિદે રાશીદમાં રોકાયેલા જમાતીઓ દિલ્હીથી મડગાંવ સ્પેશ્યલ ટ્રેનમાં આવી રહ્યા છે. જે માહિતીના આધારે પીઆઇ એમ.આર. સોલંકી સ્ટાફ સાથે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા. અને મડગાંવ સ્પેશ્યલ ટ્રેનમાંથી ઉતરેલા 16 જમાતીઓને રોક્યા હતા. તમામ જમાતીઓનું સ્કિનિંગ કરાવ્યા બાદ તેઓને ખાનગી ટ્રાવેલ્સ બસમાં અમદાવાદ મોકલી આપ્યા હતા. આ તમામ જમાતીઓ પાસે અમદાવાદ જવાની પરવાનગી હતી. ટ્રેનમાં 17 જમાતીઓ આવ્યા હતા. જે પૈકી 15 જમાતીઓ અમદાવાદ જવા માટે તેમજ એક જમાતી સુરત જવા માટે શહેરમાં રેલવે સ્ટેશને ઉતર્યા હતા, જ્યારે એક જમાતીને દિલ્હી જવાનું હતું. પોલીસે અમદાવાદ અને સુરત જનાર જમાતીઓને અમદાવાદ અને સુરત પોલીસનો સંપર્ક કરીને મોકલી આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details