- તાલુકા પોલીસે વિવિધ પાસાઓની તપાસ કરતા ચોંકવનારી વિગતો સામે આવી
- અતુલના બે મિત્રોએ પૂર્વઆયોજીત કાવતરૂ રચીને તેની હત્યા કરી મૃતદેહને ઝાડીઓમાં ફેંકી દીધો હતો
- અતુલની પત્ની સાથે સચીનને પ્રેમસંબંધ હોવાથી તેનો કાંટો કાઢવા હત્યાનો પ્લાન ઘડ્યો હતો
વડોદરા: શહેર નજીક આવેલા સેવાસી ગામની સીમમાંથી ગત શનિવારે રાત્રે યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરીને ફેંકી દીધેલો મૃતહેદ મળી આવ્યો હતો. આ મામલે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને અતુલના હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે બે લોકોની ઘરપકડ કરતા હત્યા પાછળનુ ચોંકવાનારું કારણ જાણવા મળ્યું હતુ.
વડોદરામાં થયેલી યુવકની હત્યાના મામલે તાલુકા પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડ્યા અતુલ ઠાકોર ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હતો
આ બનાવની વિગત એવી છે કે, ગોત્રી વિસ્તારના ધરમપુરા ગામ ખાતે રહેતો અતુલ ઠાકોર ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હતો. અતુલ તેની પત્ની, બાળક અને માતા- પિતા સાથે રહેતો હતો. અતુલની પત્ની રિદ્ધિના તેના જ ગામમાં રહેતા સચીન મોરી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. અતુલ અને સચીન બન્ને મિત્રો હોવાથી સચીન રિદ્ધિને પામવા માટે આતુર હતો. પરંતુ અતુલ અડચણરૂપ બનતા સચીને ગામમાં રહેતા મિત્ર સાગર પરમાર સાથે મળી તેની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો.
આ પણ વાંચો :મોરબીમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો
લોખંડની પાઇપ વડે હુમલો કરી હત્યા કરાઈ
સચીનના પ્લાન મૂજબ અતુલને શનિવારે બપોરે તેની કાર લઇ ફરવા માટે બોલાવવામાં આવ્યો હતો. જે સ્થળેથી અતુલનો મૃતદેહ મળ્યો તે ઝાડીઓમાં અગાઉથી જ સચીન અને સાગરે લોખંડી પાઇપ જેવા હથિયારો મૂકી રાખ્યાં હતા. પ્લાન મૂજબ અતુલને તે સ્થળે લઇ આવી બળજબરી પૂર્વક કારમાંથી બહાર કાઢી લોખંડની પાઇપ વડે હુમલો કરી હત્યા કરી નાખવામાં આવી હતી. જે બાદ અતુલના મૃતદેહને સંતાડવા માટે નજીકની ઝાડીઓમાં મૃતદેહ ફેંકી કાર અને સોનાના દાગીના લૂંટી લઇને સચીન અને સાગર ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો :અમદાવાદ જિલ્લાનાં અમરાઈવાડીમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ
પોલીસે બન્નેની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અતુલની હત્યા લૂંટમાં તબદીલ કરવા માટે તેના સોનાના દાગીના તેમજ કાર ગાયબ કરી દેવામાં આવી હતી. પરંતુ વિવિધ પાસાઓ ઉપર તપાસ કરી રહેલા તાલુકા પોલીસને તપાસ દરમિયાન મૃતક અતુલની પત્ની અને સચીનના પ્રેમસંબંધો અંગેની જાણ થઇ હતી. જેથી પોલીસે સચીનની અયકાયત કરી તેની કડકાઇથી પૂછપરછ કરતા તેણે પોલીસને જણાવ્યું કે, અતુલની પત્ની રિધ્ધી સાથે તેના પ્રેસબંધો હોવાથી તે તેણીને પામવા માગતા હતો. પરંતુ અતુલ અડચણરૂપ હતો. જેથી તેનો કાંટો કાઢી નાખવા સાગર પરમાર સાથે મળીને તેની હત્યા કરી નાખી હતી. આમ, તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં અતુલ ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલી તેની હત્યા કરનારા તેના જ બે મિત્રો સચીન મોરી અને સાગર પરમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.