ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કોંગ્રેસ કાઉન્સિલર બીજેપીમાં જોડાવાની ચર્ચાથી કાર્યકરોએ હોબાળો મચાવ્યો - Manjalpur Councilor Chirag Zaveri

વડોદરામાં શુક્રવારે આરએસપી નેતા સાથી કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા બાદ શનિવારે કોંગ્રેસના માંજલપુરના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી ભાજપમાં જોડાવાના હોવાની વાતે ગુસ્સે ભરાયેલા વિસ્તારના ભાજપી હોદ્દેદારોએ ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખનો ઘેરાવો કરી ઉગ્ર રજુઆત કરી હતી.

વડોદરામાં કોંગ્રેસ કાઉન્સિલર બીજેપીમાં જોડાવાની ચર્ચાથી કાર્યકરોએ હોબાળો મચાવ્યો
વડોદરામાં કોંગ્રેસ કાઉન્સિલર બીજેપીમાં જોડાવાની ચર્ચાથી કાર્યકરોએ હોબાળો મચાવ્યો

By

Published : Jan 24, 2021, 7:12 PM IST

  • માંજલપુરના કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ભાજપમાં જોડાવાની વાતો વહેતી થતા ચકચાર
  • નારાજ ભાજપી કાઉન્સિલરો હોદ્દેદારોએ ભાજપા કાર્યાલય ખાતે હોબાળો મચાવ્યો
  • શહેર પ્રમુખનો ઘેરાવો કરી ઉગ્ર રજુઆત કરી

વડોદરાઃ વોર્ડ નંબર 18 માં ભાજપમાં ભડકો થયો છે. કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાની વાતો વહેતી થતા નારાજ ભાજપના કોર્પોરેટરો કલ્પેશ પટેલ, ગાર્ગી દવે અને શકુંતલાબેન શીંધે સહિત હોદ્દેદારો અને કાર્યકરોએ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહનો પાર્ટી કાર્યાલયમાં ઉગ્ર રજુઆત સાથે ઘેરાવ કર્યો હતો.

કોંગ્રેસના ચિરાગ ઝવેરી ને ભાજપમાં પ્રવેશ નહીં આપવા કરાઈ રજૂઆત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગી કોર્પોરેટર ચિરાગ ઝવેરી પણ ભાજપમાં જોડાવા જઇ રહ્યા હોવાની વાતો વહેતી થતાં નારાજ ભાજપના કોર્પોરેટરો દ્વારા ચિરાગ ઝવેરીને કોઈપણ સંજોગોમાં અહીં પ્રવેશ નહીં આપવા રજૂઆત કરવામાં આવી હતી. વોર્ડના કોર્પોરેટર અને કાર્યકરોની નારાજગી પારખી ગયેલા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે કાર્યકરોની લાગણી પ્રદેશ પ્રમુખને પહોંચાડવા આવશે હોવાનું જણાવી હાલ પૂરતો વિરોધનો વંટોળને રોક્યો હતો.

આરએસપી નેતા સાથી કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા

ચિરાગ ઝવેરીની સંભવિત ભાજપમાં એન્ટ્રીને લઈ વોર્ડ નંબર 18 ના ભાજપના નેતાઓ અને અગ્રણીઓમાં સખત નારાજગી વ્યાપી છે. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો વિસ્તારની ચારેય બેઠકો જીતવા માટે સક્ષમ છે તેવા દાવા કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. બીજી તરફ વડોદરા ભાજપે મિશન 76 હાથધરી તોડજોડની નીતિ અપનાવી છે. ગતરોજ આરએસપી નેતા રાજેશ આયરે સાથી કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના ભગવે રંગાયા હતા. ત્યારે શનિવારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા માંજલપુરના ચિરાગ ઝવેરી પણ ભાજપમાં જોડાવાની વાતને લઈ શહેર ભાજપના રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો હતો.

વડોદરામાં કોંગ્રેસ કાઉન્સિલર બીજેપીમાં જોડાવાની ચર્ચાથી કાર્યકરોએ હોબાળો મચાવ્યો

ABOUT THE AUTHOR

...view details