વડોદરા: શહેરની સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધાને નવું બળ મળ્યું છે. ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ વિનોદ રાવે જણાવ્યું કે, રાજ્ય સરકારે ફાળવેલા નવા અદ્યતન 40 વેન્ટિલેટર સયાજી હોસ્પિટલને મળી ગયાં છે. વેન્ટિલેટરના પગલે સારવાર સુવિધા વધુ વ્યાપક અને મજબૂત બનશે. સયાજી હોસ્પિટલને લગતી વિવિધ બાબતોનું ક્રમશ નિરાકરણ આવી રહ્યું છે.
વડોદરાની સયાજી હોસ્પિટલને રાજ્ય સરકારે નવા 40 વેન્ટિલેટર ફાળવ્યા - વડોદરા શહેર
કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોના દર્દીઓને જલ્દી સારવાર મળી રહે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જેને લઇને વડોદરાના સયાજી હોસ્પિટલને રાજ્ય સરકારે 40 નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા છે.
Sayaji Hospital
ડો. વિનોદ રાવે સયાજી હોસ્પિટલની આજે મુલાકાત લીધી હતી. ડો. વિનોદ રાવે ચાર માન્ય ખાનગી દવાખાના સ્ટર્લિંગ,ભાઈલાલ અમીન, ટ્રાયકલર અને રિધમના ક્લસ્ટર હેઠળના 60 ખાનગી દવાખાનાઓમાં કોવિડ સારવાર સેવાની સમીક્ષા કરી હતી.
તેમણે જણાવ્યું કે, સરકારી અને માન્ય ખાનગી દવાખાનાઓમાં વડોદરા શહેર ,જિલ્લા તેમજ આસપાસના અન્ય જિલ્લાઓના કોવિડના દર્દીઓને સારવાર અને સુવિધા મળી રહે એની તકેદારી લેવામાં આવી રહી છે.