ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉન દરમિયાન સહાયથી વંચિત રહેલા રિક્ષાચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Rickshaw driver fall financially

વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન રીક્ષાચાલકોને પડેલી હાલાકી અંગે આર્થિક સહાય માટે રીક્ષાચાલકો દ્વારા કલેક્ટને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જો આ માગ સ્વીકારવામાં નહીં આવે તો એક દિવસીય હડતાળ કરવામાં આવશે.

Aavedan patra
આવેદનપત્ર

By

Published : Mar 20, 2021, 1:59 PM IST

  • લોકડાઉન દરમિયાન સહાયથી વંચિત રિક્ષાચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
  • હાલાકી સંદર્ભે સરકાર પાસે રોકડ સહાયની માગ
  • લોનના હપ્તા, વિજબીલો, મકાનનું ભાડું ભરવા માટે આર્થિક તંગી ઉભી થતા પીઆઈએલ પણ દાખલ કરી

વડોદરા : લોકડાઉનના સમયે આર્થિક સહાયથી વંચિત રહેલા વિવિધ યુનિયનના રિક્ષાચાલકોએ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સહાય આપવા માંગ કરી હતી.અને જો માંગણી નહીં સંતોષાય તો 22 મી માર્ચે પ્રતીક હડતાલ પર પાડવાની ચીમકી ઉચ્ચારી હતી.

9 લાખ રીક્ષા ચાલકો માંથી માત્ર 820 રિક્ષાચાલકોને જ સહાય આપવામાં આવી

વૈશ્વિક કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલ લોકડાઉન દરમિયાન ઓટોરિક્ષા ચાલકોને પડેલી હાલાકી સંદર્ભે સરકાર પાસે રોકડ સહાયની માંગણી કરી હતી.જે આજદિન સુધી સંતોષવામાં ન આવતા આઈટુક સંચાલિત વડોદરા શહેર પ્રગતિ યુનિયન તથા વડોદરા શહેર-જીલ્લા રીક્ષા ચાલક યુનિયન દ્વારા વડોદરા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

રિક્ષાચાલકોએ આપ્યું આવેદન

આ પણ વાંચો : રિક્ષા ચાલકોને વહેલી તકે સહાય આપવા એસોસિએશને પાઠવ્યું આવેદન

તમામ રીક્ષા ચાલકોને સહાય નહીં ચૂકવાય તો રાજ્યવ્યાપી એક દિવસીય હડતાળ કરવામાં આવશે

વડોદરા શહેર-જીલ્લા રિક્ષાચાલક યુનિયનના પ્રમુખ , ઉપપ્રમુખે જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા 72 દિવસ સુધી રિક્ષાઓ બંધ રહેતા ભાડેથી રહેતા રીક્ષા ચાલકોને લોનના હપ્તા , મકાનભાડુ , વિજબીલ ભરવા માટે આર્થિક તંગી ઉભી થઈ હતી.જે અંગે સરકાર પાસે એક પીઆઈએલ દાખલ કરાઈ હતી.પરંતુ આજ સુધી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 9 લાખ રિક્ષાચાલકો માંથી માત્ર 820 રિક્ષાચાલકો જ સહાય ચુકવવામાં આવી હતી.સરકારે આર્થિક સહાય માટે હાથ ઊંચા કરી દીધા છે.જો સરકાર ઓટોરિક્ષા ચાલકોની માંગણીઓ નહીં સ્વીકારે તો રાજ્યભરના રિક્ષાચાલકો દ્વારા 22 મી માર્ચે રાજ્યવ્યાપી એક દિવસીય પ્રતીક હડતાળ કરી પોતાનો અવાજ બુલંદ કરશે.

રિક્ષાચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચો :RCM કાયદાના કારણે 50 ટકા મિલો બંધ, સરકાર પાસે ઉદ્યોગ બચાવવા માગ

ABOUT THE AUTHOR

...view details