ગુજરાત

gujarat

ETV Bharat / city

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા આગામી VMC ચૂંટણી પૂર્વે વડોદરામાં કંગનાના સમર્થનમાં બેનરો લગાવ્યા - વડોદરા BMC ચૂંટણી

આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ વડોદરા શહેરના વિવિધ ભાગોમાં બેનરો લગાવ્યા હતા. તેમના મિશન 2020 હેઠળ તે કંગના રનૌતનું સમર્થન છે. પાર્ટીએ સૂત્ર છાપ્યું હતું અને તેઓ તેની સાથે ઉભા હોવાથી ડરશે નહીં તેવી ખાતરી આપી હતી.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા આગામી વીએમસી ચૂંટણીઓ પૂર્વે વડોદરામાં કંગનાના સમર્થનમાં બેનરો લગાવ્યા
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા આગામી વીએમસી ચૂંટણીઓ પૂર્વે વડોદરામાં કંગનાના સમર્થનમાં બેનરો લગાવ્યા

By

Published : Sep 24, 2020, 2:04 AM IST

વડોદરાઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ કંગના સતત ચર્ચામાં છે. તેણે ઘણા પ્રસંગો પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા અને તાજેતરના બનાવો બાદ તે ફરી એકવાર સમાચારોમાં છે. આવા સમયમાં આરપીઆઈ દ્વારા ટેકો આપતા ચર્ચા ઉઠી છે. આ પક્ષ વડોદરાના લોકોને શુદ્ધ પીવાના પાણીની સાથે પૂર, ખાડા અને મચ્છર મુક્ત શહેરો માટે પણ વચન આપ્યું છે.

અત્રે,ઉલ્લેખનીય છે કે અભિનેત્રી કંગના રણોતના સમર્થનમાં વડોદરા શહેરમાં પોસ્ટર લાગ્યા છે. અભિનેત્રી કંગના દ્વારા એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર સુશાંત સિંહના હત્યારાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કંગનાના સમર્થનમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને આ પોસ્ટરની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે.

મહત્વનું છે કે કંગનાનું સમર્થન કરતા પોસ્ટરમાં લખાયું છે કે કંગના તુમ ડરો મત આર.પી.આઈ તુમ્હારે સાથ હૈ. આરપીઆઈ પાર્ટી એન.ડી.માં છે. મહારાષ્ટ્રથી શરૂ થયેલું પોસ્ટર અભિયાન વડોદરા સુધી પોહોચ્યું છે. ત્યારે સુશાંત સિંહને લઈને મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જો કે, અભિનેત્રી કંગના રનૌતના સમર્થનમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પોસ્ટર લાગતા સમગ્ર શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details