ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ઉપાયનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો - Baroda local news

કોરોનાનો કહેર વત્તા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં કાર્યો ગયો. તેમના પરિવારજનો માટે કોરોના સામે પ્રતિરક્ષા માટે આયુર્વેદિક ઉપાય નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Baroda
Baroda

By

Published : May 8, 2021, 7:43 PM IST

મોટી સંખ્યામાં આ આયુર્વેદિક ઉપાયો ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો

આયુર્વેદિક ઉકાળાનું વિતરણ, માસ્ક વિટામિન સી, જેવી દવાઓનું વિતરણ

સેન્ટ્રલ જેલના મેડિકલ સ્ટાફનો પણ સહયોગ

વડોદરા:કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે રાજ્યની જેલોના પોલીસ મહાનિર્દેશક દ્વારા જેલના કેદીઓની સાથે જેલના કર્મયોગીઓ અને તેના પરિવારજનો માટે કોરોના સામે રક્ષા માટે આયુર્વેદિક ઉપાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ, માસ્ક વિટામિન સી, જેવી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં મેડિકલ સ્ટાફનો પણ સહયોગ મળ્યો હતો.

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આયુર્વેદિક ઉપાયોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

કોરાનાની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે કોરોના વોરિયર્સ પણ કોરોના સંક્રમિતથી બચ્યા નથી. તેના ભાગરૂપે આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે કોરોના સામે પ્રતિરક્ષા માટે આયુર્વેદિક ઉપાયોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ,માસ્ક, વિટામિન સી અને જરૂર દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટ્રલ જેલના મેડિકલ સ્ટાફનો પણ સહયોગ મળ્યો હતો. વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કર્મયોગીઓ અને તેના પરિવારજનો માટે કોરો ના પ્રતિ રક્ષા ના કાર્યક્રમ માં પણ મોટી સંખ્યામાં આ આયુર્વેદિક ઉપાયો ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details