ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા શહેરના વોર્ડ 8ના વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા

વડોદરા શહેર વોર્ડ નંબર 8ના ભુતડીઝાપા વિસ્તાર સ્થિત વ્હીકલ પુલ પાસે વર્ષોથી કરાયેલા લારી ગલ્લાઓના ગેરકાયદેસર દબાણો રવિવારના રોજ પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના વોર્ડ 8ના વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા
વડોદરા શહેરના વોર્ડ 8ના વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા

By

Published : Jan 3, 2021, 4:35 PM IST

  • ઉત્તર ઝોનમાં આવેલ વહીવટી વોર્ડ નંબર 8 માનવતા ફતેપુરા હાથીખાના રસ્તા ઉપરના દબાણો દૂર કરાયા
  • પોલિસી જવાનોએ બળનો ઉપયોગ કરી દબાણકારો કાર્યવાહી કરાઈ
  • દબાણ વિભાગની ટીમ દ્વારા 15થી વધુ લારીઓ જપ્ત કરી

વડોદરાઃ શહેર વોર્ડ નંબર 8ના ભુતડીઝાપા વિસ્તાર સ્થિત વ્હીકલ પુલ પાસે વર્ષોથી કરાયેલા લારી ગલ્લાઓના ગેરકાયદેસર દબાણો રવિવારના રોજ પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના વોર્ડ 8ના વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા

શેડ તથા ઓટલાઓ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક પાસેના ભુતડીઝાંપા મેદાનથી વ્હીકલ પુલ સુધીના માર્ગ પર લારી ગલ્લાઓના ગેરકાયદે દબાણોને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી. જે સંદર્ભે રવિવારના રોજ વડોદરા મહાનગરપાલિકા તંત્રના વહીવટી વોર્ડ નંબર 8ની કચેરીનો સ્ટાફ, દબાણ વિભાગની ટિમ તથા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફ સાથે ગેરકાયદે રીતે દબાણ કરાયેલ લારી ગલ્લાઓ તથા પથારાઓ દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં દબાણ વિભાગની ટીમ દ્વારા 15થી વધુ લારીઓ જપ્ત કરી શેડ તથા ઓટલાઓ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના વોર્ડ 8ના વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા

ABOUT THE AUTHOR

...view details