ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા આર્કિટેક એસોસિએશનના પ્રમુખને મહિલા અધિકારી સાથે દૂરવ્યવહાર કરવુ ભારે પડ્યુ

વડોદરા આર્કિટેક એસોસિએશન (Vadodara Architect Association) ના પ્રમુખ કિરીટ પટેલ સામે વુડાના મહિલા અધિકારીએ દૂરવ્યવહાર અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ ગત મોડી રાત્રે પોલીસે કિરીટ પટેલની અટકાયત કરી હતી.

વડોદરા આર્કિટેક એસોસિએશનના પ્રમુખને મહિલા અધિકારી સાથે દૂરવ્યવહાર કરવુ ભારે પડ્યુ
વડોદરા આર્કિટેક એસોસિએશનના પ્રમુખને મહિલા અધિકારી સાથે દૂરવ્યવહાર કરવુ ભારે પડ્યુ

By

Published : Feb 16, 2022, 3:37 PM IST

વડોદરા: વુડાના મહિલા અધિકારી સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે આર્કિટેક એસોસિએશન(Vadodara Architect Association)ના પ્રમુખ કિરીટ પટેલ સામે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ વિવાદ વકરતા હવે આર્કિટેક્ટ એસોસિએશને વુડાના અધિકારીઓ (VUDA officers) સામે બાયો ચઢાવી છે. મંગળવારે આર્કિટેક્ટ એસોસિએશને તેમને પડતી સમસ્યાઓ અંગે વુડાના અધિકારીઓ સાથે બેઠક (Vadodara Architect Association meeting) યોજી રજૂઆત કરી હતી. પ્રમુખ કિરીટ પટેલે વુડામાં ચાલતા કટકી કૌભાંડને ઉજાગર કરી નીચેના અધિકારીઓથી ઉચ્ચ અધિકારીઓ સુધી સ્કવેર ફૂટ પર કટકી લેવામાં આવે છે તેવા ગંભીર આરોપ મૂક્યા હતા.

વડોદરા આર્કિટેક એસોસિએશનના પ્રમુખને મહિલા અધિકારી સાથે દૂરવ્યવહાર કરવુ ભારે પડ્યુ

આ પણ વાંચો:Ahmedabad Serial Bomb Blast 2008 : સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો 18 તારીખ સુધી મુલતવી રાખ્યો

આર્કિટેક્ટ એસો.ના પ્રમુખ કિરીટ પટેલે (president of the Vadodara Architects Association) વુડાનાં મહિલા કર્મચારી સાથે અસભ્ય વર્તન કરી ગાળાગાળી કરી હોવાની ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાઈ હતી. મંગળવારે અન્ય આર્કિટેક્ટ સાથે કિરીટ પટેલ વુડા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે સમયે કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફે પહેલા માળે અધિકારીઓનાં નિવેદન લેવા અને પંચક્યાસ કરવાની કામગીરી કરી હતી. બપોરે 3:30થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપી કિરીટ પટેલ વુડા કચેરી હાજર હતા અને બીજા માળે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. જો કે તેમ છતાં પોલીસને દેખાયા ન હતા. આખરે રાત્રે પોલીસે તેમની અટકાયત કરી હતી.

આ પણ વાંચો:Grisma Murder Case: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ વખતે પોલીસને જોઈને રડવા લાગ્યો ગ્રીષ્માંનો હત્યારો

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કરાશે ધરપકડ

કિરીટ પટેલની મોડી રાત્રે અટકાયત કર્યા બાદ RTPCR ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. તે દરમ્યાન કિરીટ પટેલે તેમના પરના આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમના દ્વારા વુડાના મહિલા અધિકારી સામે વળતી ફરિયાદ કરશે તેમ જણાવવામાં આવ્યું હતું. હાલ કિરીટ પટેલના RTPCR ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જે નેગેટિવ આવ્યા બાદ તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details