વડોદરા : વડોદરા શહેરના કોમલ પટેલ કેદારનાથ ગયા હતા. જ્યાં કોમલ પટેલને અચાનક માથાનો દુખાવો શરૂ થયો હતો. તેને લઈને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, દર્દીને ક્રિટિકલ કેર અને વધુ સંભાળ માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સેરેબ્રલ સાયન્સથી પીડિત હોવાનું નિદાન થયું હતું અને સ્થિતિ ખૂબ જ ઝડપથી બગડતી હતી. જેથી કોમલ પટેલને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.
5 લોકોને નવજીવન આપ્યું - સારવાર દરમિયાન ડોક્ટર બ્રેઇન ડેડ જાહેર (Vadodara Brain Dead Patient) કરવામાં આવ્યા હતા. બાદમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલની ટીમ દ્વારા દર્દીના પરિવારજનોને અંગદાનનું ઉમદા કાર્ય અંગે સમજાવવામાં આવ્યું હતું. તેને લઈને દર્દીના પરિવારની સહમતીથી બે લીવર, હાર્ડ, વાળ, 2 નેત્રનું દાન કરી 5 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. જે આજના સમયમાં ખૂબ જ ઉમદા કાર્ય કહી શકાય અને અંગદાન એ મહાદાન છે. જેની ભાવના તમામ લોકોમાં જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :Organ donation in Junagadh : જૂનાગઢ જિલ્લામાં થયું આ પ્રકારનું સૌપ્રથમ દાન, કોણે કર્યું જૂઓ