- વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં મળ્યો દેશમાં 8મો ક્રમાંક
- ગાર્બેજ ફ્રી સીટીમાં વડોદરાને 3 સ્ટાર રેટીંગ પ્રપ્ત થયું
- વડોદરાને નવા સુકાની મળતાજ શહેરનું રેંકીગ ખુબ સુધર્યું
વડોદરા:કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ-2021 (Swachh Survekshan 2021)ના પરિણામ જાહેર કર્યા છે. જેમાં વડોદરા શહેરે કુલ 6000 માર્કસમાંથી 4747.96 મેળવ્યા હતા. જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોના રેંકીંગમાં વડોદરાને 8મો ક્રમ (Vadodara 8th ranking in the country) મળ્યો છે. ગત વર્ષે વડોદરાને 10મો ક્રમ મળ્યો હતો. જેની સરખામણીમાં ચાલુ વર્ષે વડોદરા સૌથી સ્વચ્છ શહેર તરફ બે ક્રમે આગળ વધી ગયું છે. આ સાથે વડોદરાને ગાર્બેજ ફ્રી સીટીમાં 3 સ્ટારનું રેટીંગ પ્રાપ્ત થયું છે. વડોદરા શહેરને નવા સુકાની મેયર (The new mayor of Vadodara ) કેયુર રોકડીયા મળતા જ સ્વચ્છતાની અંદર શહેરનુ રેંકીગ ખુબ સુધર્યું છે. અનેક જગ્યાએ જ્યાં ઠેર-ઠેર કચરો જોવા મળતો હતા. આજે ત્યાં ઘણી ચોખ્ખાઈ જોવા મળે છે.
મારી બીટ સ્વચ્છ બીટ