ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધી અને સરદારનું ગુજરાત દારૂબંધીને વરેલું છે, અમે જનસંઘના સમયથી ગૌ હત્યા પર પ્રતિબંધ માટે સંઘર્ષ કરતા આવ્યા છે: નિતીન પટેલ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડની શાખાનું ઉદ્ઘાટન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માંજલપુર અતિથિગૃહ ખાતે સમારંભ યોજવામાં આવ્યો હતો.

નિતીન પટેલ
નિતીન પટેલ

By

Published : Sep 3, 2021, 10:11 PM IST

  • સહકારી ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે: નાયબ મુખ્યપ્રધાન
  • સાધુ-સંતો પણ ગૌ માતા મામલે માંગ કરે છે
  • એમાં ખોટું શું છે કોઈ પણ ધર્મનો વ્યક્તિ પોતાના ધર્મ વિશે બોલી શકે છે

વડોદરા: માંજલપુર વિસ્તારમાં આવેલી ધી મહેસાણા અર્બન કો-ઓપ બેંક લી દ્વારા લોકર સુવિધા સાથેની નવી શાખાનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય યોગેશ પટેલ, ગુજરાત પ્રદેશ મહામંત્રી રજની પટેલ, સાંસદ રંજન ભટ્ટ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી બોર્ડ ઓફ ડીરેક્ટર્સ તથા અર્બન બેંકના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લીધી બોટાદની મૂલાકાત

11320 કરોડનું ટર્ન ઓવર બેન્ક ધરાવે છે

આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, 11320 કરોડનું ટર્ન ઓવર બેન્ક ધરાવે છે અને ઓછા વ્યાજે ધિરાણ આપશે. ખાસ કરીને કોરોનામાં રોજગાર બનેલા લોકોને પગભર બનાવી ધંધાર્થીને મદદરૂપ થવાનો બેન્કનો લક્ષય છે. તદુપરાંત સખી મંડળોને શૂન્ય ટકા વ્યાજે લોન આપવાનું પણ આયોજન છે.

અમે જનસંઘના સમયથી ગૌરક્ષા માટે, ગૌ હત્યા પર પ્રતિબંધ માટે સંઘર્ષ કરતા આવ્યા છે- નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહુ પોતાના ધર્મ માટે ગૌરવ અનુભવે એમાં કશું ખોટું નથી. પોતાની જ્ઞાતિ, સમાજ, ગામ, રાજ્ય,રાષ્ટ્ર માટે ગૌરવ અનુભવવાનો સહુને અધિકાર છે. અમે જનસંઘના સમયથી ગૌરક્ષા માટે, ગૌ હત્યા પર પ્રતિબંધ માટે સંઘર્ષ કરતા આવ્યા છે. ગુજરાતીઓ ગૌ સેવા, ગૌ રક્ષા માટે કરોડોનું દાન કરતા આવ્યા છે. ગુજરાત સરકારે ગૌ સેવા અને સુરક્ષાની કાયદાકીય જોગવાઈ કરવાની સાથે ગૌ સંવર્ધનની યોજનાઓ અમલમાં મૂકી છે. ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. કોરોના સંકટ દરમિયાન રાજ્ય સરકારે સતત 3 વાર ગૌશાળાઓ અને પાંજરાપોળોને અનુદાન આપ્યા છે, બજારમાંથી બારથી પંદર રૂપિયા કિલોના ભાવે ઘાસ ખરીદીને રૂપિયા 2 કિલોના સાવ નજીવા દરે પૂરું પાડ્યું છે.

નિતીન પટેલ

આ પણ વાંચો- GMERSના અધ્યાપકો, ડોકટરોને મળશે સાતમાં પગારપંચ મુજબ નોન-પ્રેક્ટિસ એલાઉન્સ

ગાંધી અને સરદારનું આપણુ આ ગુજરાત દારૂબંધીને વરેલું છે- નાયબ મુખ્યપ્રધાન

આ સાથે દારૂબંધી વિશે નિતીન પટેલે જણાવ્યું હતું કે, દારૂબંધીના કારણે ટેક્સની આવક ગુમાવવી પડે, તો ગુમાવવા માટે રાજ્ય સરકાર હંમેશા તૈયાર છે. ગાંધી અને સરદારનું આપણુ આ ગુજરાત દારૂબંધીને વરેલું છે. અમારા સમયથી નહી ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારથી આપણું ગુજરાત દારૂબંધીથી વરેલું છે. જ્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે તેની સામે કડક પગલાં લઇએ છે. જે પોલીસ મથકના વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાય તેવા કિસ્સાઓમાં સંબંધિત પોલીસ અધિકારીની બદલી અને ફરજ મોકૂફી જેવી શિક્ષાત્મક જોગવાઈ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details