ગુજરાત

gujarat

ETV Bharat / city

2019માં MSUમાં વેરીફીકેશન માટે આવેલી માર્કશિટોમાંથી 20 માર્કશિટ ડુપ્લીકેટ

વડોદરાઃ વડોદરા 2019માં MSUમાં વેરિફિકેશન માટે આવેલી 625 માર્કશીટમાંથી 20 ડુપ્લીકેટ હોવાનું ચકાસણી દરમિયાન સામે આવ્યું છે. આ અંગે યુનિવર્સિટીએ ડુપ્લીકેટ માર્કશીટને વેરિફિકેશન માટે મોકલનાર સંસ્થા અને પોલીસને જાણ કરી છે.

vcvc
vcvc

By

Published : Jan 16, 2020, 7:28 PM IST

2019માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં MSUના પરીક્ષા વિભાગ પાસે 645 માર્કશીટો ચકાસણી માટે આવી હતી.આ પૈકીની 20 માર્કશીટો બોગસ હોવાનું બહાર આવ્યું છે.

પરીક્ષા વિભાગના જણાવ્યા અનુસાર ભારતની કે અન્ય દેશોની યુનિવર્સિટી કે કોલેજમાં ભણવા જતા કે નોકરી મેળવવા એપ્લાય કરતા વિદ્યાર્થીઓની માર્કશીટો વેરિફિકેશન માટે યુનિ.ના પરીક્ષા વિભાગ પાસે આવે છે. વેરિફિકેશન બાદ પરીક્ષા વિભાગ જે-તે સંસ્થાને માર્કશીટ સાચી છે કે ખોટી તેની જાણકારી આપી છે. જો માર્કશીટ બોગસ હોય તો સંસ્થાને અને પોલીસને પણ જાણ કરાય છે.

2019માં MS યુનિવર્સીટીમાં વેરીફીકેશન માટે આવેલી માર્કશિટો ડુપ્લીકેટ હોવાનું આવ્યું સામે

બોગસ માર્કશીટના કૌભાંડો વધી ગયા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી માર્કશીટની સુરક્ષાને લઈને ઘણા ફેરફાર કરાયા છે. માર્કશીટ પર હોલોગ્રામ લગાવાય છે. જેથી હવે યુનિવર્સિટીની માર્કશીટની નકલ કરવું મુશ્કેલ બની ગયું છે. બોગસ માર્કશીટ વેરિફિકેશનમાં ઓળખાઈ જાય છે પણ તે માટે સતત કામગીરી કરવી પડે છે અને કર્મચારીઓને તેમાં રોકાઈ રહેવુ પડે છે.


ABOUT THE AUTHOR

...view details