- વડોદરા-હાલોલ ટોલ પ્લાઝાના મેનેજરની શરમજનક અને બેજવાબદારી પૂર્ણ હરકત આવી સામે
- વડોદરા-હાલોલ રોડ ટોલ પ્લાઝાના મેનેજરે જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસ ઉજવ્યો
- હાઇવે પર ટોલ પ્લાઝા નજીક જાહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો થયો વાઇરલ
વડોદરા: હાલોલ ટોલનાકા પર મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતના બર્થ ડે નિમિત્તે તલવારથી કેક કાપવાનો વીડિયો વાઇરલ થતાં હરણી પોલસે ગુનો નોંધી મેનેજર સહિત ટોલનાકાના 10 કર્મચારીઓની ધરપકડ કરી હતી. કેક કટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો અને ઉજવણી કરનારાઓએ માસ્ક પણ પહેર્યા ન હતા. આ ઉપરાંત કેક કાપવા માટે તલવારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી પોલીસે તલવાર કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે.