- જન સેવા કેન્દ્ર પર નાગરિકોની લાઈનો લાગી
- બીજા દિવસે પણ 600 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
- જન સેવા કેન્દ્ર પર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવો જોઈએ
વડોદરાઃ સરકારી કચેરીઓ જ્યારે 100 ટકા સાથે કાર્યરત થઈ ગઈ છે. ત્યારે નર્મદા ભુવન ખાતે આવેલા જન સેવા કેન્દ્ર પર વહેલી સવારથી જ અરજદારોની લાંબી લાઈનો લાગી જાય છે. જ્યારે લોકો લાઈનમાં ઉભા રહે છે, ત્યારે બેરીકેટ પણ કરવામાં આવ્યા છે. પણ સોશિયલ ડિસ્ટન્સ અદ્રશ્ય થઇ જાય છે. નર્મદા ભુવન ખાતે પહેલા દિવસે 600 અરજીઓ સ્વીકારી હતી અને બીજા દિવસે પણ 600 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃસોશિયલ ડિસ્ટન્સના અભાવે મૂર્તિમંત કોમ્પલેક્ષની 120 દુકાનો સીલ
નાગરિકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો
નર્મદા ભુવન ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં બહાર નાગરિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માસ્ક પેહરવા સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. છતાં પણ નાગરિકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. એક તબક્કે જન સેવા કેન્દ્ર પર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવો જોઈએ નહીં, તો જે પ્રમાણે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે ફરી કોરોના વેગ ના પકડે તે માટે તંત્રે પણ કાળજી લેવાની જરૂર છે.
જન સેવા કેન્દ્ર પર રોજની 600 અરજીઓનો નિકાલ થાય છે, સોશિયલ ડિસ્ટન્સન અદ્રશ્ય આ પણ વાંચોઃભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે મોટી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
સરકારી ઓફિસો 100 ટકા સાથે કાર્યરત થઈ છે, પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
બીજી બાજુ નવાપુરા ખાતે આવેલા જન્મ-મરણ ઓફિસમાં પણ ધસારો જોવા મળી રહ્યો છે. મરણનો દાખલો ઓનલાઇન મળી રહ્યો છે, ત્યારે ત્યાં લાંબી કતારો પણ જોવા મળી હતી. મરણના દાખલમાં કારણ લખવામાં આવતું નથી. કહી શકાય કે, જે પ્રમાણે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને સરકારી ઓફિસો 100 ટકા સાથે કાર્યરત થઈ છે, ત્યારે નાગરિકો પોતાની અટકી ગયેલી અરજીના નિકાલ માટે સરકારી ઓફિસ ખાતે પહોંચી જાય છે. ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા.