- વડોદરાના ન્યૂ સમા રોડ પરની ચંદનપાર્ક સોસાયટીમાં માતા- પુત્રીના મોતના રહસ્યનો ભેદ ઉકેલાયો
- પતિના અન્ય યુવતિ સાથે પ્રેમસંબંધ હોવાની જાણ પત્નીને થતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો
- આવેશમાં આવી પત્ની અને પુત્રીને આઇસક્રીમ અને પાણીમાં ઝેર આપ્યું બાદમાં ઓશિકાથી મોઢુ દબાવી મોતને ઘાટ ઉતારી
વડોદરા: શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા તેજસ અંતરસિંહ પટેલ ઘર જમાઇ તરીકે પત્ની શોભનાબેન અને 6 વર્ષી પુત્રી કાવ્યા સાથે રહેતો હતો. તેજસ ગેંડા સર્કલ સ્થિત મોલમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં કામ કરતો હતો. જ્યાં તેને એક યુવતિ સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જે બાબતની જાણ શોભનાબેનને થતાં બન્ને વચ્ચે લાંબા સમયથી બોલાચાલી અને ઝઘડો થતો હતો. જેથી તેજસે પત્ની અને પુત્રીની હત્યા કરવાનુ મન બનાવી લીધુ હતુ.
વડોદરામાં થયેલી માતા- પુત્રીની હત્યા પ્રકરણનો ભેદ ઉકેલાયો આ પણ વાંચો: ગાંધીનગરની ફાઈવ સ્ટાર લીલા હોટેલના રિસેપ્સનિસ્ટનું મર્ડર, પોલીસે ગુન્હો દાખલ કર્યો
તેજસના સાળાએ હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરી
ગત 10 ઓક્ટોબરના રોજ 6 વર્ષીય કાવ્યા ગરબા રમીને 11 વાગે પરત ઘરે આવી હતી. બાદમાં મોડી રાત્રે કાવ્યા ઊંધી સુતી હતી, જેથી તેને સીધી કરતા કોઇ હલનચલન જોવા મળી ન હતી તથા તેની માતા શોભનાબેન પણ કોઇ હલનચલન ન કરતા તેજસે તેના સાળાને બોલાવ્યો હતો. જેથી માતા- પુત્રીને તાકત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખાતે લઇ જતા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. પોલીસે માતા- પુત્રીના મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરવાતા વિસેરા રિપોર્ટમાં બન્નેના પેટમાં ઝેર હોવાનુ સામે આવ્યું હતુ. આ દરમિયાન શોભનાબેનના ભાઇ જીતેન્દ્ર બારીયા દ્વારા તેની બહેન અને ભાણીની હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે હત્યાની થીયરી પર તપાસ હાથ ધરી હતી.
વડોદરામાં થયેલી માતા- પુત્રીની હત્યા પ્રકરણનો ભેદ ઉકેલાયો આ પણ વાંચો: સાથે રહેવા બાબતે ઝઘડો થતા સચિને શિવાંશની માતાની કરી હત્યા
પોલીસે તેજસ પટેલની કડકાઇથી પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાનું કબુલ્યું
સૌ પ્રથમ પોલીસે શોભનાબેનના પતિ તેજસની અટકાયત કરી તેની પુછતાછ શરૂ કરી તથા તેના મોબાઇલમાં એક છેલ્લા મહિનાની યુ- ટ્યુબ અને ગુગલની સર્ચ હિસ્ટ્રી તપાસતા પોલીસ ચોંકી ઉઠી હતી. જેમાં તેજસ એક અઠવાડીયા કરતા વધુ સમયથી પોતાના મોબાઇલમાં ગુગલ તથા યુ-ટ્યુબમાં “રેટ કિલર, જહર કો કોન સા હૈ, મોત કૈસે હોતી હૈ, હાઉ ટુ ગીવ ડેથ, રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન, પોઇઝન, ધ રેટ કિલર પોઇઝન, હાઉ ટુ કિલ અ મેન વિથ પીલો” વગેરે વિષયો સર્ચ કરતો હોવાનુ સામે આવ્યું હતુ. જેથી શોભનાબેન અને 6 વર્ષીય કાવ્યાની હત્યા તેજસે જ કરી હોવાનુ સ્પષ્ટ થયું હતુ. આ અંગે પોલીસે તેજસ પટેલની કડકાઇથી પૂછપરછ કરતા તેને પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તેજસ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
આરોપી તેજસે જણાવ્યું હતુ કે, તેની પત્ની શોભના અવારનવાર તેની માતા, બહેન અને તેના નાના ભાઇ સાથે ઝઘડો કરતી તથા તે પોતે કોઇના પ્રેમમાં હોવાની વાત તેની પત્ની શોભનાને ખબર પડી જતા તે બાબતે પણ અવરાનવાર ઝઘડા થતાં હતા. શોભનાબેન તેને સાસરીમાં ઘરજમાઇ તરીકે રહેવા જીદ કરતા હોવાથી તેનો અહમ ઘવાતો હતો. ગત તા. 10 ઓક્ટોબરના રોજ રાત્રીના સાડા અગિયાર વાગે ખાવામાં ઉંદર મારવાની દવા આપી દઇ ત્રણેય જણાં સૂઇ ગયા હતા. થોડીવાર પછી શોભનાના મોઢાથી ડચકા ભરતી હોય તેવો અવાજ આવતા તેણે શોભના ઉપર બેસી જઇ ગળુ દબાવી દીધું હતુ તથા દિકરીન કાવ્યાને પણ મોઢા ઉપર ઓશિકું મૂકી દબાવી દઇ બન્નેની કોઇ હલનચલન ન જણાતા તે ખાટલાની બાજુમાં બેસી રહ્યો હતો. આસરે રાતના બે વાગે તેના સાળાને જાણ કરી પત્ની અને પુત્રીને હોસ્પિટલમાં ખાતે લઇ જતા મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. આ મામલે સમા પોલીસે માતા- પુત્રીની હત્યાનો ગુનો નોંધી તેજસ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.