- કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક
- પોલીસ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી
- કોરોનાનો પ્રથમ કેસ રાવપુરા પોલીસ મથકે નોંધાયો હતો
વડોદરા :શહેર અને જીલ્લામાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્કતા વર્તાવી રહ્યું છે. જે અંતર્ગત પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓ કહેવાતા એવા પોલીસ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મચારીઓના લોહીના નમૂના, બ્લડ પ્રેશર, ઓક્સિજન અને બોડી ટેમ્પરેચર, યુરીન ટેસ્ટ સહિતની તપાસ કરવામાં આવી હતી.
પોલીસ વિભાગમાં કોરોનાનો પ્રથમ કેસ રાવપુરા પોલીસ મથકે નોંધાયો હતો
રાવપુરા પોલીસ મથકના PI વી.એન.મહીડાએ જણાવ્યું હતું કે, હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મીઓ જે રાત-દિવસ પ્રજાના સુખાઅર્થે ફરજ બજાવી રહ્યા છે. તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં મહિલા અને પુરુષ તમામ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે.