પ્રેમદાસ હોસ્પિટલ ખાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ HCV તપાસ કરવા માટે આવી હતી અને મા કાર્ડ હેઠળ ડાયાલીસીસ માટે જતા દર્દીઓને ચેપી રોગની ભેટ મળી નથી, તે અંગે તપાસ હાથ ધરી હતી. જોકે આ હોસ્પિટલમાં મા કાર્ડ હેઠળ 100 જેટલા દર્દીઓ ડાયાલીસીસ કરાવે છે. ત્યારે ડાયાલીસીસમાં ચોકસાઈ નહીં આવતા કેટલાક દર્દીઓને હિપેટાઇટીસ સીનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું
પ્રેમદાસ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે HCVની કરી તપાસ - Dialysis
વડોદરાઃ પ્રેમદાસ હોસ્પિટલમાં શુક્રવારના રોજ કેટલાક દર્દીઓને ડાયાલીસીસમાં ચોકસાઈ નહીં આવતા કેટલાક દર્દીઓને હિપેટાઇટીસ સીનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે હોસ્પિટલ ખાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ HCV તપાસ અર્થે આવી હતી.
શુક્રવારના રોજ દોડી આવેલા અધિકારીઓએ ડાયાલીસીસ મશીન સાફ સફાઈ કરવા અને જ્યાં સુધી સાફ ન થાય ત્યાં સુધી ડાયાલીસીસ મશીન બંધ રાખવાની સુચના આપવામાં આવી હતી. જેને પગલે ગાંધીનગરથી આવેલી ટીમે હોસ્પિટલમાં તપાસ કરી હતી. જેમાં સ્થાનિક મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના પ્રાધ્યાપક પણ તપાસમાં જોડાયા હતા.
HCV કિસ્સાને પગલે હોસ્પિટલમાં ડાયાલીસીસ મશીન બંધ કરાયાં હતા જોકે કિડનીના દર્દીઓને સમાયંતરે ડાયાલિસિસ કરવાનું હોય છે પરંતુ,દરેક ડાયાલીસીસ પછી સ્ટ્રીલાઝેશન અને સ્વચ્છતા નહિ જાળવતા વાયરસની અસર થઈ શકે છે. જેને પગલે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ તપાસમાં આવી હતી.