- ઓક્સિજન ટેન્કરની સપ્લાય જામનગર મેસર્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરી
- 3 ઓક્સિજન ટેન્કર રો-રો સેવા દ્વારા ગુજરાતના હાપાથી મહારાષ્ટ્રના કલામ્બોલી પહોંચ્યા
- કોવિડ-19 સામેની લડતમાં રેલવે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન કરી રહી છે
વડોદરાઃઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દ્વારા તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે 860 કિ.મી.ની યાત્રા કરીને આ ટેન્કરોએ લગભગ 44 ટન પ્રવાહી લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કર્યું હતું. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનની સરળ ગતિવિધિ માટે કલામ્બોલી ગુડ્ડ શેડ ખાતે પૂરતી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન તમામ સુરક્ષા પરિમાણોને ધ્યાનમાં રાખીને હાપાથી વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વસઈ રોડ અને ભિવંડી રોડ થઈને કલામ્બોલી પહોંચી હતી. ઓક્સિજન એક્સપ્રેસની ગતિ માટે ગ્રીન કોરિડોર આપવામાં આવ્યું છે. રેલવે ખાતરી આપી રહ્યું છે કે ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા દેશભરના કોવિડ-19 દર્દીઓ માટે તબીબી ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, જે જરૂરીયાતમંદોને રાહત પૂરી પાડશે.
આ પણ વાંચોઃ ગુજરાતથી મોકલાયેલી 'ઓક્સિજન એક્સપ્રેસ' મુંબઈના કલમ્બોલી રેલવે સ્ટેશન પહોંચી
25 એપ્રિલ, 2021 સુધી કુલ 150 ટન લિક્વિડ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું