ગુજરાત

gujarat

ETV Bharat / city

ધાડપાડુઓ સામે GUJCTOC હેઠળ પ્રથમ ગુનો નોંધાયો, કોર્ટે ખજૂરિયા ગેંગના 3 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાતમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા (GUJCTOC) બનાવવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં ધાડપાડુઓ સામે GUJCTOC હેઠળ ગુનો નોંધવાની પ્રથમ ઘટના બની છે. દાહોદ પોલીસે (Dahod Police) ધરપકડ કરેલા ખજૂરિયા ગેંગના (Khajuriya Gang) મુખ્ય ત્રણ સૂત્રધાર સામે GUJCTOCની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ત્રણેય આરોપીઓને વડોદરા રિજિયન સ્પેશિયલ GUJCTOC કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યારે કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ધાડપાડુઓ સામે GUJCTOC હેઠળ પ્રથમ ગુનો નોંધાયો, કોર્ટે ખજૂરિયા ગેંગના 3 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ધાડપાડુઓ સામે GUJCTOC હેઠળ પ્રથમ ગુનો નોંધાયો, કોર્ટે ખજૂરિયા ગેંગના 3 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

By

Published : Nov 10, 2021, 11:33 AM IST

  • રાજ્યમાં ધાડપાડુઓ સામે GUJCTOC હેઠળ ગુનો નોંધવાની પ્રથમ ઘટના
  • દાહોદ પોલીસે ધરપકડ કરાયેલા ખજૂરિયા ગેંગના 3 સૂત્રધાર સામે GUJCTOC હેઠળ નોંધ્યો ગુનો
  • ત્રણેય આરોપીઓને વડોદરા રિજિયલ સ્પેશિયલ GUJCTOC કોર્ટમાં હાજર કરાયા, 7 દિવસના રિમાન્ડ મંજૂર
  • પોલીસે આરોપી જઉસિંહ પલાસ, નરેશ, દિલીપને કોર્ટમાં હાજર કર્યા હતા
  • આરોપીઓ લૂંટ અને ચોરીનો સામાન રાજસ્થાન અને MPમાં વેચતા હતા

વડોદરાઃ રાજ્યમાં ધાડપાડુઓ સામે GUJCTOC હેઠળ પ્રથમ ગુનો દાહોદ પોલીસે (Dahod Police) નોંધ્યો છે. દાહોદ પોલીસે (Dahod Police) ખજૂરિયા ગેંગના (Khajuriya Gang) 3 મુખ્ય સૂત્રધાર જઉસિંહ પલાસ, નરેશ અને દિલીપ સામે GUJCTOC હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસે આ આોપીઓને વડોદરાની રિજિયન સ્પેશિયલ GUJCTOC કોર્ટમાં (Region Special GUJCTOC Court of Vadodara) પણ રજૂ કર્યા હતા. તો કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખજૂરિયા ગેંગે અત્યાર સુધી 35 ધાડ, લૂંટ અને ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.

દાહોદ પોલીસે ધરપકડ કરાયેલા ખજૂરિયા ગેંગના 3 સૂત્રધાર સામે GUJCTOC હેઠળ નોંધ્યો ગુનો

આ પણ વાંચો-રાજકોટ ગ્રામ્ય વિસ્તારના માથાભારે ઈસમ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો

હોટેલના માલિકની લૂંટ મામલે દાહોદ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી

રાજ્યમાં ધાડપાડુઓ સામે GUJCTOC કાયદા હેઠળ ગુનો નોંધાવાની પ્રથમ ઘટના બની છે. દાહોદ પોલીસે (Dahod Police) ધરપકડ કરાયેલા ખજૂરિયા ગેંગના (Khajuriya Gang) મુખ્ય 3 સૂત્રધારો સામે GUJCTOCની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. દાહોદના પીપલોદ ગામ (Piplod Village of Dahod) ખાતે થયેલી ઘનશ્યામ હોટલના (Ghanshyam Hotel) માલિકની લૂંટ મામલે દાહોદ પોલીસે (Dahod Police) 3 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં આરોપીઓ ખજૂરિયા ગેંગના (Khajuriya Gang) હોવાનું બહાર આવ્યું હતું. તો પોલીસે જઉંસિંહ પલાસ, નરેશ અને દિલીપ નામના ધાડપાડુંઓ સામે GUJCTOC હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ધાડપાડુઓ સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયાની આ પ્રથમ ઘટના છે.

આ પણ વાંચો-કમલેશ તિવારીની હત્યાકાંડ: આરોપી યુસુફ ખાન સહિત ટામેટા ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ ફરિયાદ

ખજૂરિયા ગેંગ સામે રાજ્યના 13 જિલ્લાઓ અને 26 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે

દાહોદ પોલીસે આરોપીઓને વડોદરા રિજિયન સ્પેશિયલ GUJCTOC કોર્ટ (Region Special GUJCTOC Court of Vadodara) સમક્ષ હાજર કર્યા હતા. કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ લૂંટ અને ચોરીનો માલ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વેચતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત આ ગેંગ ગુનાને અંજામ આપે તેના આદેશ કોણ આપે છે અને રેકી કોણ કરે છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ખજૂરિયા ગેંગમાં કુલ 11 લોકો સામેલ છે. અત્યાર સુધી ગેંગે 35 ધાડ, લૂંટ અને ચોરીને અંજામ આપ્યો છે. તેમ જ ગેંગ સામે રાજ્યના 13 જિલ્લાઓ અને 26 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details