ગુજરાત

gujarat

ETV Bharat / city

Love jihad: રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ - વડોદરામાં લવજેહાદનો કેસ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયાના ત્રણ દિવસમાં જ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં લવજેહાદ(love jihad)નો પ્રથમ કેસ નોંધાયો હતો. મુસ્લીમ યુવકે ખ્રીસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી હિન્દુ યુવતિ સાથે બળજબરી પુર્વક સંબંધ બાંધી તેની સાથે નિકાહ પઢ્યા હતા. ત્યાર બાદ મારઝુડ કરી તેના જાતીવિષયક અપશબ્દો બોલતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો
રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો

By

Published : Jun 18, 2021, 6:21 PM IST

Updated : Jun 18, 2021, 8:01 PM IST

  • વડોદરામાં સામે આવ્યો લવજેહાદનો પહેલો કિસ્સો
  • ખ્રિસ્તી નામ સાથે યુવતિને ફસાવી પ્રેમજાળમાં
  • લગ્ન કર્યા પછી પણ અનેક વખત કરતો હતો અપમાન


વડોદરા: રાજ્યમાં લવજેહાદનો કાયદો(love jihad law) અમલમાં આવ્યા ના હજી માંડ 3 દિવસ થયા છે ત્યાં સંસ્કારી નગરી વડોદરામાં લવજેહાદ(love jihad)નો રાજ્યનો પ્રથમ કેસ સામે આવ્યો છે. શહેરમાં રહેતા મુસ્લીમ યુવાને ખ્રિસ્તી નામ માર્ટીન સેમ સાથે કરીને હિંદુ યુવતિ સાથે ઓનલાઇન મિત્રતા બાંધી હતી. પોતે યુવતી સાથે લગ્ન કરશે તેવું જણાવી વિશ્વાસ કેળવીને દબાણ કરીને યુવતિ સાથે બળજબરી પૂર્વક શારિરીક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ મૂળ મુસ્લિમ યુવાને યુવતિ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું અને યુવતિની જાણ બહાર તેના નગ્ન ફોટા પાડી દીધા હતા.

વડોદરામાં નોંધાયો લવજેહાજનો પ્રથમ કેસ

નગ્ન ફોટા વાઇરલ કરવાની આપી ધમકી

આરોપી યુવકે યુવતિના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને યુવતિ સાથે મરજી વિરૂદ્ધ શારીરીક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન યુવતિ બે વખત ગર્ભવતી પણ થઇ હતી. યુવતિને પ્રથમ વખત બે માસનો ગર્ભ રહી જતા મેડિકલ સ્ટોરમાંથી તેની દવા લાવીને તેની મરજી વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત યુવતિને 5 માસનો ગર્ભ રહી જતા ડૉક્ટર પાસે યુવતિની મરજી વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.

જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવી પઢ્યા નિકાહ

ઘટના બાદ મુળ મુસ્લિમ યુવકે યુવતિને કલ્યાણનગર ગોસીયા મસ્જીદ ખાતે લઇ જઇ યુવતિનું ધર્મપરિવર્તન કરાવ્યું અને બળજબરી પુર્વક નિકાહ પઢ્યા હતા.યુવતિ પર અવારનવાર મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું તથા તેના માતા-પિતાને જાતિ વિષયક ગાળો આપવામાં આવતી હતી. આટલેથી નહીં અટકતા મૂળ મુસ્લિમ યુવકે સાસરીમાં રહેવા ગયેલી યુવતિને મારી તું મુસ્લિમ માટે બની જ નથી તેમ જણાવી ત્રાસ ગુજાર્યો હતો. આખરે સમગ્ર મામલે યુવતિએ યુવક વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસીટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનીયમ 2021ની કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

15 જૂનથી લાગૂ થયો લવજેહાદનો કાયદો

ગુજરાતમાં વિધર્મી યુવાનો દ્વારા બહેલાવી ફોસલાવીને ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો નોંધાતા કાયદો(Love jihad law) બનાવવાની માંગ ઉઠી હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પણ લવજેહાદ(Love jihad)ના કેસો અટકાવવા માટે નિયમો ઘડવા જોઇએ તેવી માંગ કરી હતી. આખરે રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021નો કાયદો બનાવ્યો હતો અને તાજેતરમાં જ નવો કાયદો રાજ્યભરમાં 15 જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કરાયાના ત્રણ દિવસમાં જ વડોદરા પ્રથમ કેસ નોંધાયો હતો.

Last Updated : Jun 18, 2021, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details