ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા SSG હોસ્પિટલ આગકાંડમાં મોટો ખુલાસોઃ ICU વોર્ડમાં ધમણ વેન્ટિલેટરને કારણે લાગી હતી આગ

વડોદરાના સયાજી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં સપ્ટેમ્બરમાં લાગેલી આગમાં મોટો ખુલાસો થયો છે. FSLના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એસ. એસ. જી. હોસ્પિટલમાં આગ ધમણ વેન્ટિલેટરને કારણે લાગી હતી. વેન્ટિલેટર અને કોમ્પ્રેસરમાં ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હતી.

વડોદરાની SSG હોસ્પિટલના ICU વોર્ડમાં ધમણ વેન્ટિલેટરને કારણે આગ લાગી હતી
વડોદરાની SSG હોસ્પિટલના ICU વોર્ડમાં ધમણ વેન્ટિલેટરને કારણે આગ લાગી હતી

By

Published : Dec 24, 2020, 3:40 PM IST

Updated : Dec 24, 2020, 4:09 PM IST

  • સયાજી હોસ્પિટલના કોવિડ આઈ.સી.યુ વોર્ડમાં લાગેલી આગમાં મોટો ખુલાસો
  • ધમણ વેન્ટિલેટરમાં ખામીના કારણે લાગી હતી આગ
  • FSLની તપાસમાં થયો ઘટસ્ફોટ

વડોદરાઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં 8 સપ્ટેમ્બરના રોજ આગ લાગી હતી, આ દૂર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે. આ આગની ઘટનાને લઈ તપાસ કમિટીએ 106 દિવસ બાદ રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં ધમણ વેન્ટિલેટરમાં ખામીના કારણે આગ લાગી હોવાનું FSLની તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

વેન્ટિલેટર ધમણ અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી

FSLના ઈન્ચાર્જ ડી.બી. પટેલ

વડોદરાના FSLના ઈન્ચાર્જ ડી.બી. પટેલે જણાવ્યું છે કે, શહેરની સયાજી હોસ્પિટલના ICU માં વેન્ટિલેટર ધમણ લાગ્યું હતું. અમારી પાસે વેન્ટિલેટર ધમણ આવ્યું ત્યારે સળગી ગયેલી હાલતમાં હતું. વેન્ટિલેટર ધમણ અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી અને આ ખામીને કારણે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરના અધ્યક્ષ સ્થાને તપાસ સમિતિ બનાવાઈ હતી

સયાજી હોસ્પિટલમાં આગના બનાવની ગંભીરતાને લઇને વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તપાસ માટે ડેપ્યુટી કમિશ્નર સહિત ચાર સભ્યોની સમિતિ બનાવી હતી. આ સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સમિતિએ ચાર દિવસમાં આગની ઘટનાનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ 106 દિવસ બાદ હવે રિપોર્ટ આવ્યો છે, ત્યારે હવે કમિટી પોતાનો રિપોર્ટ કલેક્ટરને સબમિટ કરશે.

વડોદરા SSG હોસ્પિટલ આગકાંડમાં મોટો ખુલાસો
Last Updated : Dec 24, 2020, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details