- વડોદરામાં સાયબર માફિયાઓનું જોર વધ્યું
- બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને જૂના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને 3,700 રૂપિયાની માંગણી કરી
- વાત પોલીસ કમિશનરના ધ્યાને આવતા તેમણે એકાઉન્ટ ડિલિટ કર્યું
વડોદરા: હાલ સાયબર માફિયાઓનું જોર વધ્યુ છે. થોડા દિવસ અગાઉ વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું ફેન ક્લબ બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને રૂપિયા માંગતા હતા. તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા બે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ ગોધરા પોલીસ કમિશનરે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને જૂના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને 3,700 રૂપિયાની માંગણી કરી હતી. આ વાત પોલીસ કમિશનરના ધ્યાને આવતા તેમણે એકાઉન્ટ ડિલિટ કર્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષના ફેન કલબનું બોગસ ફેસબુક એકાઉન્ટ બાદ પોલીસ કમિશનરનું ફેક એકાઉન્ટ બન્યું
સાયબર માફિયાઓએ છેલ્લા ઘણા સમયથી શહેરના નામાંકિત વ્યક્તિઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે. અગાઉ અકોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સીમા મોહિલે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ફેન ક્લબ બાદ વડોદરાના પોલીસ કમિશનર પણ આ સમસ્યાના શિકાર બન્યા હતા. કાયદો અને વ્યવસ્થા સંભાળતા વડોદરાના પોલીસ કમિશનર ડોક્ટર શમશેર સિંઘ ખુદ સાયબરનો શિકાર બન્યા હતા. સાયબર માફિયાઓએ તેમના નામનો અને ફોટાનો ઉપયોગ કરીને ફેસબુક પર બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ પોલીસ કમિશનરના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ફ્રેન્ડ રિક્વેસ્ટની 3700 રૂપિયાની માંગણીકરી હતી. જેની જાણ મિત્રો દ્વારા પોલીસ કમિશનરને થતા તરત તેઓ એક્શનમાં આવ્યા હતા. પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું હતું કે, કેટલાક ક્રિમિનલે મારુ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે. જેણે મારા ફોટાનો ઉપયોગ કર્યો છે પ્લીઝ કોલ ફ્રેન્ડ રિક્વેસ્ટ કરવી નહીં. ક્રિમિનલ વિરુદ્ધ કડકમાં કડક એક્શન લેવામાં આવશે. જે બાદ પોલીસ કમિશનરે સાઈબર ટીમને કામે લગાવી હતી.
સાયબર માફિયાઓ ધીરે-ધીરે સક્રિય બનીને નવો કીમિયો અપનાવી રહ્યા છે
સાયબર માફિયાઓ ધીરે-ધીરે સક્રિયને નવો કીમિયો અપનાવી રહ્યા છે. નામાંકિત લોકોના ફેસબુકમાં બોગસ એકાઉન્ટ બનાવીને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને પૈસાની માંગણી કરે છે. થોડા દિવસ અગાઉ વિધાનસભાના અધ્યક્ષ અને રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબનું બોગસ એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને રૂપિયાની માંગણી કરતા હતા. ત્યારબાદ રાજેન્દ્ર ત્રિવેદીને માલુમ પડતાં તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે બે દિવસની અંદર હરિયાણાથી બે આરોપીને ઝડપી પાડયા હતા. બીજા આરોપીની સાઇબર ક્રાઇમ બ્રાન્ચ શોધ ખોળ શરૂ કરી હતી.