- માઁ કૃપા જ્વેલર્સમાં લૂંટ કરનાર આરોપી પકડાયો
- પોલીસે આરોપીઓને કોર્ટમાં કર્યો રજૂ
- કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
વડોદરા: શહેરના ઓલ્ડ પાદરા રોડ પર રાજવી ટાવર માઁ કૃપા જવેલર્સમાં 24 ફેબ્રુઆરીના રોજ ધોળે દિવસે જ્વેલર્સને ત્યાં ગળાના ભાગે ચપ્પુના ઘા મારી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ કરી લુંટારૂં ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે 72 કલાકની અંદર આરોપી દીપક મિશ્રાને તેના વતન UPથી ઝડપી પાડયો હતો.
આરોપીને ગુસ્સો આવતા ચપ્પુના ઘા માર્યા
વડોદરા શહેરના આજવા રોડે લૂંટારૂં દીપક મિશ્રા રહે છે અને સયાજીપુરામાં શાકભાજીનો ધંધો કરે છે. લૂંટારૂં દીપક મિશ્રા માઁ કૃપા જ્વેલર્સના માલિક રાજેશ સોની પાસે થોડા મહિના અગાઉ તેની પત્ની અને બહેનના દાગીના બનાવવા માટે આવ્યો હતો. દાગીનાની કિંમત 1.50 લાખ રૂપિયા હતી. લૂંટારું દીપક મિશ્રાએ થોડાક રૂપિયા આપીને દાગીના લેવાની વાત કરવી હતી જ્યારે સોનીએ દીપક મિશ્રાને ના પાડી દીધી હતી. ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો તે દિવસે અડધો કલાક સુધી રાજેશ સોની સાથે દાગીના મુદ્દે અડધો કલાક સુધી રકઝક કરી હતી. લૂંટારૂં દિપકને ગુસ્સો આવી જતાં સોનીને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દાગીના લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.