- વડોદરા શહેરમાં ફાટી નીકળેલા રોગચાળાને પહોંચી વળવા હવે મહાનગરપાલિકાએ બાંયો ચઢાવી
- હાલમાં જ તંત્રએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરની અધ્યક્ષતામાં એક બેઠક યોજી હતી
- બેઠકમાં પાયાના કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી
વડોદરાઃ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો રાફડો ફાટ્યો છે. ત્યારે આ રોગચાળાને પહોંચી વળવા તંત્રએ હાલમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયરની અધ્યક્ષતામાં એક બેઠક યોજી હતી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃબાલાસિનોરમાં વાઈરલ રોગચાળો વકર્યો, 200 ઉપરાંત દર્દીઓ ભોગ બન્યાં
સયાજીનગર ગૃહમાં યોજાઈ હતી વિશેષ બેઠક
સયાજીનગર ગૃહમાં મહાનગરપાલિકાએ એક વિશેષ બેઠક યોજી હતી, જેમાં રોગચાળા સામે પહોંચી વળવા માટે ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર કેયુર રોકડિયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય અમલદાર દેવેશ પટેલે પાયાના કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી.