ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં 3 લોકોની હાલત અત્યંત ગંભીર - સ્વાતિ સોસાયટી

વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારે 6 સભ્યોએ એક સાથે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારના ત્રણ સભ્યોનું મૃત્યુ થયું હતું અને ત્રણ સભ્યોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં ત્રણેય સભ્ય સારવાર હેઠળ છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં 3 લોકોની હાલત અત્યંત ગંભીર
વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં 3 લોકોની હાલત અત્યંત ગંભીર

By

Published : Mar 4, 2021, 10:56 PM IST

  • વડોદરાના સમા વિસ્તારમાં સોની પરિવાર સામૂહિક આત્મહત્યાનો મામલો
  • સોની પરિવારના 6 સભ્યોએ સોમવારે કોલ્ડ્રિન્ક્સમાં ઝેરી દવા પીધી હતી
  • સોની પરિવાર આસપાસના પાડોશીઓ સાથે પણ વાતચીત ન કરતો હતો
    વડોદરા

વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં રહેતા સી-13ના નરેન્દ્ર સોનીનો પરિવાર રહે છે. આર્થિક સંકળામણના કારણે સોની પરિવારે કોલ્ડ્રિંક્સમાં ઝેરી દવા ગટગટાવીને પરિવારના 6 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નરેન્દ્ર સોની, રિયા સોની અને પાર્થ સોનીનું મૃત્યુ થયું હતું. આત્મહત્યાની ઘટના બનતા વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો. ઝેરી દવા ગટગટાવતા પરિવારના ત્રણ સભ્યોને ડોક્ટરી સારવાર મળે એ પહેલા જ ઘરમાં મૃત્યુ થઈ ગયું હતું અને આ ઘટનાને લઈને પરિવારના ત્રણ સભ્યોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. સોની પરિવારના સંબંધીઓ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવ્યા હતા અને સાચે સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ પણ તેમને સાથે હતા. પરિવારના ત્રણ સભ્યોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.

વડોદરા
સોની પરિવારના ત્રણ સભ્યો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

નરેન્દ્ર સોનીએ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા ગટગટાવ્યા બાદ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી અને ત્યારબાદ ચાવી ઘરની બહાર ફેંકી દીધી હતી કન્ટ્રોલ રૂમને માહિતી મળતા જ પોલીસ અને એમ્બુલન્સ સ્વાતિ સોસાયટી ખાતે આવી પહોંચી હતી મકાનનો દરવાજો ખોલતાં જ છ લોકો ઝેરી દવા ગટગટાવી હોય ત્રણ જણને ખાનગી હોસ્પિટલમાં પહેલા લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાં દીપ્તિ સોની ,ઊર્મિ સોની અને ભાવિન સોરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઈ કાલ સાથે પરિવારના ત્રણ સભ્યો સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં છે અને અત્યંત ગંભીર હાલત છે.

વડોદરા
આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કર્યા હોય તેવી માહિતી

નરેન્દ્ર સોની જ્વેલરીનો ધંધો કરતા હતા. એ ધંધો તેઓ છેલ્લા બે વર્ષથી દુકાન વેચીને બંધ કરી દીધો હતો અને તેમનો પુત્ર ભાવિન કમ્પ્યુટરનો જાણકાર હતો. સી-18 નંબર પોતાની માલિકીનું મકાન વેચીને સી-13માં ભાડે રહેવા આવ્યા હતા. પાડોશીના કહેવા મુજબ, તેઓ ખાસ કોઈની સાથે વાતચીત કરતા ન હતા અને આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કર્યો હોય કેવું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. પરિવારના ત્રણ સભ્યોની હાલત સુધારા બાદ પોલીસ તેનું નિવેદન લેશે ત્યારબાદ સાચું કારણ બહાર આવી શકશે.

વડોદરા

આ પણ વાંચો :વડોદરામાં એક પરિવારે સામુહિક આત્મહત્યાનો કર્યો પ્રયાસ, 3ના મોત જ્યારે 3ની હાલત ગંભીર

ABOUT THE AUTHOR

...view details