ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા શહેરના એક સેન્ટર પર વેક્સીન લીધા વગર જ સર્ટીફીકેટ ઇશ્યુ કરાયું

સમગ્ર દેશમાં 18થી 44 વયની ઉંમરના નાગરિકોના રસીકરણની પ્રક્રિયામાં શનિવારે પહેલા દિવસે રસી ન મૂકાવી હોવા છતાં રસી મૂકાવી દીધી હોવાના મેસેજ આવ્યા અને સર્ટીફિકેટ પણ ઇશ્યુ થઇ ગયું હતું. રસીકરણ મામલે આ ગંભીર બેદરકારી સામે આવી છે

corona
વડોદરા શહેરના એક સેન્ટર પર વેક્સીન લીધા વગર જ સર્ટીફીકેટ ઇશ્યુ કરાયું

By

Published : May 2, 2021, 12:39 PM IST

  • સમગ્ર દેશમાં 18થી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ
  • વડોદરામાં રસીકરણ બાબતે સામે આવી ગંભીર બેદરકારી
  • રસી લેતા પહેલા જ રસી લીધાનો મેસેજ આવી ગયો

વડોદરા: સમગ્ર દેશમાં કોરોના રસીકરણનુ અભ્યાન ચાલી રહ્યું છે. વડોદરામાં પણ મેન્ટલ હોસ્પિટલમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શનિવારે મોટી સંખ્યામાં લોકો રસી લેવા સેન્ટરો પર પહોંચ્યા હતા પણ કેટલાક લોકો રસીકરણથી વંચિત રહી ગયા હતા જેથી લોકોએ હોબાળો મચાવ્યો હતો. બાદમાં લોકોની રજૂઆત બાદ રસી મૂકી આપવામાં આવી હતી પણ સાઇટ પર ટ્રાફિક વધી જવાના કારણે ખામી સર્જાઈ હશે.

વડોદરા શહેરના એક સેન્ટર પર વેક્સીન લીધા વગર જ સર્ટીફીકેટ ઇશ્યુ કરાયું

આ પણ વાંચો : કોવિડ વેક્સિન લગાડવા યુવાનો હાથમાં પેમ્પ્લેટ લઈને સેન્ટરે પહોંચ્યા

રસી લીધા પહેલા મેસેજ આવી ગયો

આ ઘટના સામે આવતા તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરીશું અને કોઈપણ નાગરિકને વેક્સિનથી વંચિત નહીં રાખવામાં નહીં આવે. વેક્સિન લેવા આવેલા શ્રેયાંસ રાઠોડે જણાવ્યું હતું કે, હું મેન્ટલ હોસ્પિટલ ખાતે વેક્સિન લેવા આવ્યો છું, મે રસી ન મૂકાવી હોવા છતાં મને રસી લઇ લીધી હોવાનો મેસેજ આવ્યો છે અને સર્ટિફિકેટ પણ ઇશ્યુ થઇ ગયું છે, પણ હકીકત એ છે કે, મારો રસી લેવાની બાકી છે. જેને રજીસ્ટ્રેશન નથી કર્યું તેને મારા નામે રસી લઇ લીધી હોય તેવુ બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details