વડોદરા: જંબુસર-આમોદ સુરત પાર્સિંગની કારમાં અચાનક આગ લાગ હતી. જેથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં લાગેલી આગે વિરકાળ સ્વરૂપ ઘારણ કરતાં કાર બળીને ખાખ હતી.
ઘટના અંગે આમોદ નગર ફાયર વિભાગને જાણ કરતાં ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી.
કારમાં આગ લાગવાની અન્ય ઘટનાઓ
આ પણ વાંચોઃ મોડાસામાં જિલ્લા ન્યાયાલય પાસે CNG કારમાં આગની ઘટના, કાર ચાલકનો આબાદ બચાવ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં શામળાજી રોડ પર ન્યાયાલય પાસેથી પસાર થઈ રહેલી CNG કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જો કે, કાર ચાલક અને અન્ય વ્યક્તિઓએ સમયસુચકતા વાપરી કારમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ કારમાં આગે ધીમે-ધીમે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ પણ વાંચોઃજામનગર: લાલપુર બાયપાસ પાસે ગેસ ભરવા આવેલી કારમાં આગ લાગી
જામનગર શહેર નજીકના મોરકંડા ગામના પાટીયા પાસે આવેલા યુનો પેટ્રોલિયમ નામના CNG પંપમાં ગુરુવારે એક મોટર કાર ગેસ રિફીલિંગ માટે આવી હતી. આ દરમિયાન અચાનક કારમાં આગ લાગી હતી. જેથી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ધટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી.
આ પણ વાંચોઃવલસાડની લાલ સ્કૂલ પાસે CNG કારમાં અચાનક આગ, દોડધામ મચી
વલસાડ શહેરની લાલ સ્કૂલ પાસે CNG અલ્ટો કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. સમય સૂચકતાની સાથે ચાલક કારમાંથી બહાર નીકળી જતા જીવ બચ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ વલસાડ ફાયર વિભાગને થતા ગણતરીની મિનિટમાં ફાયરની ગાડી દોડી આવી હતી. CNG કારમાં અચાનક જ આગ લાગતા આસપાસના દુકાનોના વેપારીઓ દોડી આવ્યા હતા. સદનસીબે મોટી હોનારત થતા અટકી હતી. મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં પહેલા પણ CNG કારમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બની ચુકી છે, પરંતુ અત્યાર સુધીમાં સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આ પણ વાંચોઃવલસાડના જોગવેલ નજીક CNG કારમાં લાગી આગ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ 3 રસ્તા નજીક વાપીના એક વેપારીની CNG કારમાં આગ લાગતા દોડધામ મચી હતી. જો કે, ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. સમગ્ર ઘટનાની જાણકારી ધરમપુર ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી આગને કાબૂમાં લીધી હતી. આગની ઘટનાને લઈ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃરાજકોટમાં ચાલુ કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં
રાજકોટ શહેરમાં અગમ્ય કારણોસર ચાલુ કારમાં આગ લાગવાની ઘટના બની છે. શુક્રવારે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ચાલુ કારમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોળી આવ્યો હતો આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની જોવા મળી નથી.
આ પણ વાંચોઃરાજકોટમાં ચાલુ કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં
રાજકોટ-કાલાવડ રોડ પર આવેલા કે.કે.વી ચોકના ઓવરબ્રિજ પર GJ-3-JR-4939 નંબરની કારમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને થોડા સમય માટે રસ્તા પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગની આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી. કારમાં આગ લાગવાનું કારણ હજૂ અકબંધ છે.
આ પણ વાંચોઃવડોદરા નેશનલ હાઇવે-8 પર અકસ્માત, કારમાં લાગી આગ
વડોદરા નેશનલ હાઇવે-8 પર તરસાલી ચોકડી પાસે SRPની વાન અને CNG સંચાલિત કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સાથે લાગેલી આગમાં પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો અને કાર સપુર્ણ હળીને ખાખ થઇ ગઇ હતી.
આ પણ વાંચોઃખેડા નજીક કારમાં આગ લાગી, સદનસીબે કોઈ જાનહાની નહીં
ખેડા શહેરની ચોકડી પર એક કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા અને સમગ્ર કારમાં આગ પ્રસરી હતી. જેને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કારમાં સવાર લોકોએ સમય સુચકતા વાપરી તાત્કાલિક કારની નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. આગ લાગવાની ઘટના અંગે ખેડા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃગોંડલના ગુંદાળા રોડ પર કારમાં આગ લાગી
શહેરના ગુંદાળા રોડ ઉપર રહેતા રજનીકાંતભાઈ શેલડીયા પોતાની કારમાં ગેસ રીફિલિંગ કરી રહ્યાં હતા, ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.