ગુજરાત

gujarat

ETV Bharat / city

જુનિયર આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કરતા વડોદરામાં વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ - વડોદરામાં ઉમેદવારોનો દેખાવો

વડોદરા: ગુજરાત ઊર્જા વિકાસની જુનિયર આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કરવાની માગણી ઉમેદવારો દ્વારા કરાવામાં આવી હતી. આ સાથે જ શહેરના વિદ્યાર્થી ઉમેદવારોએ રેસકોર્સ મધ્ય ગુજરાત વીજ કંપનીની 10 મુખ્ય કચેરી બહાર દેખાવો કર્યો હતો.

ETV BHARAT
ઉમેદવારોએ મધ્ય ગુજરાત વીજ કંપનીની 10 મુખ્ય કચેરી બહાર દેખાવો કર્યો

By

Published : Dec 30, 2019, 6:15 PM IST

બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થયા બાદ પુનઃ એક ભરતી પરીક્ષા વિવાદમાં આવી છે. વીજ કંપની દ્વારા જુનિયર આસિસ્ટન્ટના પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ ભરતી પ્રક્રિયામાં ઇકોનોમિક બૅકવર્ડ ક્લાસના પરીક્ષાર્થીઓ વંચિત ન રહી જાય તે માટે પ્રક્રિયા રદ કરી પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ નવા જાહેરનામાના નિયમોમાં ફેરફાર કરાતા પરીક્ષાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જૂના જાહેરનામા મુજબ કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકતો હતો, જ્યારે નવા નિયમમાં 55થી વધુ ટકા વાળા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે.

ઉમેદવારોએ મધ્ય ગુજરાત વીજ કંપનીની 10 મુખ્ય કચેરી બહાર દેખાવો કર્યો

સોમવારે વડોદરાના વિદ્યાર્થી ઉમેદવારોએ રેસકોર્સ સ્થિત વીજ કંપની ડિવિઝનલ મુખ્ય કચેરી બહાર પોસ્ટરો સાથે દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ન્યાય આપોના સુત્રોચ્ચાર કર્યાં હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ન્યાય નહીં મળવા પર આંદોલન યથાવત રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details