ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાકાળમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયની હાલત બની કફોડી - trawels assosiation

કોરોના કપરા કાળ દરમિયાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયની કફોડી હાલત બનતા વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ નહીં થતા વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ ધરણા કરી નારાજગી દર્શાવી હતી.

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વ્યવસાયની હાલત કફોડી બની
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વ્યવસાયની હાલત કફોડી બની

By

Published : Apr 20, 2021, 8:17 PM IST

  • ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વ્યવસાયની હાલત કફોડી બની
  • સરકાર તરફથી પ્રતિક્રિયા ન મળતા સંચાલકોએ ધરણાનું શસ્ત્ર ઉગામ્યું
  • સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ હાથ ધર્યા

વડોદરા: જિલ્લામાં કોરોનાને કારણે ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા સંચાલકોની હાલત કફોડી બની છે. કોરોના કાળમાં વિવિધ ફરવા લાયક સ્થળો પર પ્રતિબંધના કારણે ટ્રાવેલ્સના વ્યવસાયમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકાર તેમની રજૂઆત સાંભળવા તૈયાર ન થતા તેઓએ ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે અને સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંગળવારે વડોદરાના રાજમહેલ રોડ ખાતે ટ્રાવેલ્સ સંચાલકોએ ધરણા યોજી સરકારને પોતાની રજૂઆત ધ્યાને લેવાનો પ્રયાસ કર્યો હતો.

સરકાર તરફથી પ્રતિક્રિયા ન મળતા સંચાલકોએ ધરણાનું શસ્ત્ર ઉગામ્યું

આ પણ વાંચો:ભરૂચ ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યોનું RTO કચેરીએ વિરોધ પ્રદર્શન

સરકાર પાસે મુલાકાત માટે સમય ફાળવવા કરી હતી માંગ

આ અંગે માહિતી આપતા વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રમુખ મનીષભાઈ શાહ અને ઉપપ્રમુખ ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળ 15 હજારથી વધુ બસોનું સંચાલન કરે છે. જેના પ્રમુખ દીનેશભાઈએ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલી કેટલીક બાબતો અંગે સરકારને અવાર-નવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને મુલાકાત માટે સમય પણ ફાળવતા નથી. જેથી સંસ્થા દ્વારા મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન તેમજ વાહન વ્યવહાર પ્રધાનને પત્ર લખી 10 દિવસમાં મુલાકાત માટે સમય ફાળવવા માંગ કરી હતીઅને જો સમય નહીં ફાળવે તો ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો:રિક્ષા ચાલકોને વહેલી તકે સહાય આપવા એસોસિએશને પાઠવ્યું આવેદન

વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશને આપ્યું સમર્થન

જોકે સરકાર તરફથી કોઈ જવાબ નહીં મળતા સંસ્થાના પ્રમુખ દિનેશભાઇએ 18મી તારીખથી ધરણા શરૂ કર્યા છે. જેના સમર્થનમાં વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના સંચાલકો પણ ધરણા પર ઉતર્યા હતા. એમ.વી.ટેક્ષમાં 6 મહિના માટે 50 ટકા રાહત, નોન યુઝ એડવાન્સ ટેક્ષમાંથી કાયમી મુક્તિ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વ્યવસાયને સહાય પેકેજ, હદ ઉપર ચેકિંગ સમયે RT-PCR ટેસ્ટના બદલે રેપીડ ટેસ્ટ તથા સંકલન બેઠક બોલાવવામાં આવે તેવી અમારી માંગણી છે.

ABOUT THE AUTHOR

...view details