વડોદરા:શહેરમાં વસ્તી, વિસ્તાર અને વાહનોની સંખ્યા વધવા સાથે ટ્રાફિકનો પ્રશ્ન પણ ઉદભવ્યો છે, જેથી રાજ્ય સરકારે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જે મુજબ વડોદરા શહેરમાં વૃંદાવન ચાર રસ્તા, ખોડીયાર નગર ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા, વાસણા રોડ ચાર રસ્તા, સમા ચાર રસ્તા અને માણેક પાર્ક ચાર રસ્તા જંકશનનો મળી 7 જંકશનો ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવનાર છે. જે પૈકી સમા તળાવ પાસે નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી કરશે હવાઈ નિરીક્ષણ, આગામી દિવસોમાં આ ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના
સમા ફ્લાય ઓવર માટેનો ડી.પી.આર તૈયાર -વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા તળાવ ચાર રસ્તા(Sama Lake Cross Roads Vadodara) ખાતે ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે સરળ અને સુરક્ષિત વાહન વ્યવહારના અભ્યાસ માટે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(Central Road Research Institute) (સી.આર.આર) પાસે સર્વે કરાવી ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે રિપોર્ટને રાજ્ય સરકારના શહેરી મંત્રાલય તરફથી મંજૂરી મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર(Vadodara Municipal Commissioner) દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:Damaged Roads in Vadodara : વડોદરા હવે ખાડોદરા બન્યું, રસ્તા પર ઠેર ઠેર ગાબડાં જ ગાબડાં
આ ફ્લાયઓવરથી ટ્રાફિકનું ભારણ હળવું થશે -વડોદરા કોર્પોરેશન દ્વારા એક્સપ્રેસ વે તરફથી આવતા વાહનોના(Vehicles from Expressway in Vadodara) કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. વિશ્વામિત્રી નદી પર બ્રિજ અને નર્મદા કેનાલ ઉપર બ્રિજ હોવાના કારણે સમાથી હરણી તરફ ઉત્તર પૂર્વ અને જોડતા નવા ટ્રાફિક લિંક તથા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લેતા વર્ષ 2025 સુધીમા બ્રિજની કામગીરી પૂર્ણ કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ(Solving traffic problems) લાવવા આયોજન હાથ ધર્યું છે. આ બ્રિજ પાછળ અંદાજે રૂપિયા 46.40 કરોડ ખર્ચ થશે. અમિતનગર સર્કલથી દુમાડ સુધીના 30 મીટર રોડ ઉપર બનાવવામાં આવનાર આ ફ્લાય ઓવર બ્રિજની લંબાઇ 560 મીટર અને પહોળાઈ 16.80 મીટરની રહેશે. બ્રિજની આજુ બાજુમાં 5.6 મીટરનો સર્વિસ રોડ બનાવવામાં આવશે અને 1 મીટર જગ્યા ઉપર ફુટપાથ બનાવવામાં આવશે.