- વડોદરામાં સેવાભાવિ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું અસ્થિ વિસર્જન
- કોરોનાકાળમાં પરીવાર નથી કરી શક્યા વિધી
- ચાદોંદ ત્રિવેણી સંગમમા કરવામાં આવ્યુ અસ્થિ વિસર્જન
વડોદરા: કોરોના કાળમાં જે પરીવારો પોતાના સ્વજનનોનું અસ્થિ વિસર્જન નથી કરી શક્યા તેવા પરીવારની મદદે શહેરની એક સેવાભાવિ સંસ્થા આવી છે. જિલ્લાના વાસણા સ્મશાન ખાતેથી પૂજા-વિધિ કરીને અસ્થિ કુંભને ચાંદોદ નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ચાંદોદ નર્મદા કિનારે ખાતે અસ્થિઓની પૂજા કરવામાં આવી હતી અને મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી હતી વડોદરા કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં કોરોનાના ગભરાટના કારણે અનેક પરિવારો પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન કરી શક્યા નથી. વડોદરાની વડોદરા પશ્ચિમ ઝોન યુવા હેલ્પ ગૃપ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ, હિન્દુ જાગરણ મંચ અને સારા વડોદરા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું આ સંસ્થાઓ દ્વારા 108 મૃતકોના અસ્થિ કુંભ તૈયાર કરવામાં આવ્યા હતા.