ગુજરાત

gujarat

ETV Bharat / city

મહીસાગર નદીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ - વડોદરા ક્રાઈમ ન્યુઝ

વડોદરા શહેર નજીક ફાજલપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી ગત 4 તારીખે અજાણી યુવતીની હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો છે. પ્રેમ પ્રકરણ મામલે યુવતીની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે યુવતીની હત્યા કરનારા ઉત્તરપ્રદેશના રહેવાસી ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા છે.

the-body-of-the-girl-was-found-from-mahisagar-river-vadodara-crime-branch-solved-the-case
મહીસાગર નદીમાંથી મળ્યો હતો યુવતીનો મૃતદેહ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ

By

Published : Oct 13, 2020, 11:12 PM IST

વડોદરાઃ ગત 4 ઓક્ટોબરે શહેર ફાયર બ્રિગેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મહીસાગરમાં મૃતદેહ તરતો હોવાનો જાણ કરવામાં આવી હતી. જેથી શહેરના ટીપી 13 ફાયર સ્ટેશનના ફાયર લશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવતીના બંને પગ હાથ અને મોઢું બાંધેલી હાલતમાં હતા. તેમજ બે ત્રણ દિવસ અગાઉ યુવતીને મહીસાગર નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું હતું. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી, આ ઘટના હત્યાની હોવાની ઘટસ્ફોટ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે હત્યા કરનારા ઉત્તરપ્રદેશના ટ્રક ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી પાડ્યા છે.

મહીસાગર નદીમાંથી મળ્યો હતો યુવતીનો મૃતદેહ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ

સમગ્ર ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચના DCP જયદીપસિંહ જાડેજા માહિતી આપતાએ જણાવ્યું હતું કે, આ હત્યાના મુખ્ય આરોપી મુજસમ ઉર્ફે સેબુનો નાનો ભાઇ સોહેબને મૃતક સાથે પ્રેમ સંબંધ હતો અને સોએબ તેની સાથે રહેતો ન હતો. જેથી મૃતક યુવતીએ ઉતરપ્રદેશ સુલતાનપુર ખાતે ચાંદા પોલીસ સ્ટેશનમાં સોએબ તથા મુખ્ય આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદમાં સમાધાન કરી યુવતીએ સોએબ સાથે મુંબઇ ખાતે રહેવા ગઈ હતી.

મહીસાગર નદીમાંથી મળ્યો હતો યુવતીનો મૃતદેહ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ

મૃતક યુવતીનો સંબંધ સોએબ સિવાય બીજા ટ્રક ડ્રાઇવરો સાથે હોવાથી મુસ્લમ ઉર્ફે સેબુને પસંદ ન હતું તેથી. તેણીની હત્યા કરી દેવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ મુખ્ય આરોપી સેબુબે યુવતીએ જાળમાં ફસાવી ગુજરાત ફરવા લઇ જવાનું કહી 02 ઓક્ટોબરના રોજ કલીનર સંદીપ શ્રીવાસ્તવ સાથે ટ્રકમા બેસાડી રાજ્યના ચાંગોદર ખાતે ટ્રક ખાલી કરવા માટે નીકળ્યા હતા. ત્યાર બાદ ટ્રક કરજણ ટોલ નાકા પાસેથી પસાર કરતા મુખ્ય આરોપી સેબુનો ઓળખીતો ડ્રાઇવર ક્રિષ્ણાની ટ્રકમાં સેબુ તથા યુવતી બેસી ગયા હતા. તેમજ સેબુની ટ્રકમાં કિષ્ણાના બે કલીનર તથા સંદીપે ટ્રક ચલાવી હતી. ત્યારબાદ વડોદરા એક્સપ્રેસ વે ટોલ પાસે આવતા ક્રિષ્ણાની ટ્રકમાં સેબુએ સંદીપને બેસાડ્યો અને એક્સપ્રેસ વે ટોલ નાકાથી આગળ ટ્રક ધીમી ચલાવવાનું જણાવ્યું, બાદમાં સેબુ તથા સંદીપે યુવતીને ગળુ દબાવી મારી નાખી દુપટ્ટા વડે હાથ પગ બાંધી દઇ મૃતદેહ ધાબળામાં બાંધી એક્સપ્રેસ વે પર આવેલી મહીસાગર નદીના બ્રીજ પાસે ઉભો રાખ્યો હતો, અહી સેબુ ટ્રક નીચે ઉતરી સંદીપે મૃતકને ટ્રકમાંથી મહીસાગર નદીમાં ફેકી હતી.

યુવતીની હત્યા અને મૃતદેહને સગેવગે કરી સામાન ભરેલા ટ્રકને ચાંગોદર ખાતે ખાલી કરી મુંબઇ જવા માટે નીકળી ગયા હતા. ટેક્નિકલ સોર્સ અને તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે 1 ઓકટોબરથી 3 ઓકટોબર દરમિયાન એક્સપ્રેસ વે પરથી પસાર થનારા શંકાસ્પદ ટ્રક ડ્રાઇવરોના નામ સરનામા શોધી કાઢ્યા હતા. જે આધારે મુખ્ય આરોપી મુજાસમ ઉર્ફે સેબુ ખાનને ભચાઉ ખાતેથી તેમજ સહ આરોપી સંદીપ શ્રીવાસ્તવને મોરબી ખાતેથી ઝડપી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details