ગુજરાત

gujarat

ETV Bharat / city

3 મિનિટ મોડા પડતા ભાજપના વોર્ડ નંબર 17નો ઉમેદવાર ફોર્મ ભર્યા વગર પરત ફર્યો

વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો 6 ફેબ્રુઆરીએ છેલ્લો દિવસ છે. એ પૂર્વે શુક્રવારે બપોરે નિયત સમય કરતાં 3 મિનિટ મોડા આવનારા ભાજપના વોર્ડ નંબર 17ના ઉમેદવારને ફોર્મ ભર્યા વગર પરત ફરવાની ફરજ પડી હતી.

3 મિનિટ મોડા પડતા ભાજપના વોર્ડ નંબર 17નો ઉમેદવાર ફોર્મ ભર્યા વગર પરત ફર્યો
3 મિનિટ મોડા પડતા ભાજપના વોર્ડ નંબર 17નો ઉમેદવાર ફોર્મ ભર્યા વગર પરત ફર્યો

By

Published : Feb 5, 2021, 9:15 PM IST

  • ફોર્મ ભરવામાં ફક્ત 3 મિનીટ મોડા પડતા ભાજપના વોર્ડ નંબર 17ના ઉમેદવારને ફોર્મ ભર્યા વગર પરત ફરવું પડયું
  • શનિવારે વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
  • ભાજપના વોર્ડ નંબર 17ના ઉમેદવારને ફોર્મ ભર્યા વગર પરત ફરવાની ફરજ પડી

વડોદરા: વડોદરા મહાનગર સેવા સદનની આગામી 21મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનારી છે અને જે ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 6 ફેબ્રુઆરી બપોરના 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે. જે તકના બે દિવસ પૂર્વે એટલે કે 4 તારીખે બપોર બાદ ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાતને લઈને ઉમેદવારી કરવાની ઈચ્છા રાખનારા ઉમેદવારો પાસે ઉમેદવારી ફોર્મ પૂર્ણ કરવાનો ઘણો ઓછો સમય રહ્યો છે. ગુરુવારે બપોરે નામની જાહેરાત થયા બાદ શુક્રવારે બપોરે ફોર્મ કમ્પ્લેટ કરી પોતાના અન્ય સાથી ઉમેદવારો સાથે વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવાર નિલેશ રાઠોડ ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા હતા. પરંતુ વ્યસ્તતાને લઇ નિલેશ રાઠોડને કોઠી કચેરી આવતા મોડું થતાં તેમને ફોર્મ ભર્યા વગર પરત ફરવાની ફરજ પડી હતી. તેમના અન્ય ત્રણ ઉમેદવારો સમયસર પહોંચી જતા તેમના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ નિલેશ રાઠોડ 3 મિનિટ મોડા થતા તેમનું ફોમ સ્વીકારાયું ન હતું. નિલેશ રાઠોડની વાત કરીએ તો તેમનો પણ તેમના વિસ્તારના ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.

નારાજ લોકોને મનાવી લેવામાં આવશે

નિલેશ રાઠોડને પક્ષે ત્રીજી વાર ટીકીટ આપી છે, જેનો પણ પક્ષમાં વિરોધ છે. જોકે નિલેશ રાઠોડે નારાજ લોકોને મનાવી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details