બુટલેગર અને ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ વચ્ચેની વાતચીતનો ઓડિયો થયો વાયરલ - પોલીસે વિદેશી દારૂનો જથ્થો
વડોદરાના રતનપુર ગામના નામચીન બુટલેગર અને વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના એક કોન્સ્ટેબલ વચ્ચે દારૂના કેસ બાબતે થયેલી વાતચીતનો ઓડીયો વાયરલ થયો છે. જિલ્લા પોલીસે વાયરલ ઓડીયો અંગે તપાસ શરૂ કરી છે.
વડોદરા: જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં રતનપુર ગામના નામચીન બુટલેગર લાલા જયશ્વાલના ઘરમાં દરોડો પાડ્યો હતો અને ઘરના ભોંયરામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ બુટલેગર અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચનો કોન્સ્ટેબલ વચ્ચે થયેલી વાતચિતનો ઓડીયો વાયરલ થતાં જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બુટલેગર લાલા જયશ્વાલ અને તેના સાગરીતો દ્વારા અનેક વખત પોલીસ ઉપર હુમલા કરવામાં આવ્યા છે. ત્યારે વાયરલ થયેલા આ ઓડિયો અંગે જિલ્લા પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે.