- સયાજી હોસ્પિટલના લેબોરેટરીના કર્મચારીઓને તંત્ર સામે બાંયો ચઢાવી
- કાયમી ધોરણે નિમણુંકના મુદ્દે ડીન, સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર આપ્યું
- માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારી
વડોદરા: ભારત સરકારના 2004ના નિયમ પ્રમાણે પાંચ વર્ષના કરાર આધારિત કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ નક્કી કરી તેમની કાયમી કર્મચારી તરીકે નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિમણૂકના નિયમો પ્રમાણે અન્ય તમામ વિભાગોમાં કાયમી કર્મચારી તરીકે નિમણૂક સમયસર થઇ જાય છે.પરંતુ આરોગ્યના લેબોરેટરી ટેકનીશીયન અને લેબોરેટરી આસિસ્ટન્ટના આઠ વર્ષ વીતી ગયા હોવા છતાં આ કાયમી નિમણૂક થવાનો હુકમ હજુ સુધી થયેલ નથી. જેના કારણે વડોદરા સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા લેબ ટેકનિશયનો દ્વારા તેમને કાયમી કરવામાં આવે તે માદ કરવામાં આવી હતી.
વારંવાર કરવામાં આવી હતી રજૂઆત
કર્મચારીઓને કાયમી કરવા અંગેના ફાર્મસિસ્ટ, એકસ રે ટેકનીશીયન કાયમી નિમણૂક ના ઓર્ડર આવી ગયેલે છે.પરંતુ લેબોરેટરી ટેકનીશીયન અને લેબોરેટરી આસિસ્ટન્ટના કોઈ ઓર્ડર આવેલા નથી. આ બાબતે તેમને ગાંધીનગર વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત પણ કરી છે અને કોરોના ના કપરા સમયમાં ઓવરટાઈમ કરીને પણ સરકારની સેવામાં અને માનવતાની દ્રષ્ટિએ લોકોને પણ નિસ્વાર્થ સેવા કરી છે.