- વડોદરા શહેરમાં આજે 917 લોકોને અપાઇ રસી
- 89 વર્ષનાં ગાયનેકોલોજિસ્ટે કોરોના વાયરસનો પ્રથમ ડૉઝ લીધો
- 28 દિવસ બાદ ફરી વખત ડોઝ આપવામાં આવશે
વડોદરા: શહેર-જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં 10 સેન્ટરો ખાતે ૯૭૬ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. જેમાં 89 વર્ષનાં ગાયનેકોલોજિસ્ટે કોરોના વાયરસની રસીનો પ્રથમ ડૉઝ લીધો હતો અને લોકોને પણ કોરોનાની રસી લેવાની અપીલ કરી હતી.
ભાઈલાલ અમીન હોસ્પિટલનાં 89 વર્ષનાં તબીબે મૂકાવી રસી
ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા 89 વર્ષીય ડૉ.રોહિત ભટ્ટે ગઈકાલે પ્રથમ ડોઝ લીધો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, ''બધાએ વેક્સિન લેવી જોઇએ. એનાથી કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી અને અફવાઓ પર કોઇએ ધ્યાન આપવું જોઈએ નહિ. કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે અને 28 દિવસ બાદ ફરીવાર બીજો ડૉઝ આવશે ત્યારે પણ હું લઈશ.''