- વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
- છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અને કિલ્લો તોડી પાડ્યો
- ઘટનાથી મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ ફેલાયો
શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડતા મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ
વડોદરા: શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ખારીવાવ રોડ પર શિવાજી મહારાજની પ્રતિમા તથા માટીનો બનાવેલો કિલ્લો તોડી પાડતા સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ આ અંગે કડક કાર્યવાહી કરે તેવી લોકોની માગ છે.
પોલીસે ગુનો નોંધી અસામાજિક તત્વોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી
આ બનાવના સંદર્ભે સ્થાનિક આગેવાને આપેલા નિવેદન અનુસાર ખારીવાવ રોડ પર બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ એનજીઓ ચલાવે છે. જ્યારે, દિવાળીના તહેવારોમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અને તેમનો કિલ્લો દર વર્ષે બનાવવામાં આવે છે. વર્ષો જૂની આ પંરપરા મહારાષ્ટ્રીયન સમાજે આજે પણ જાળવી રાખી છે.
વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક આ પણ વાંચોઃવડોદરા: શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારે કિલ્લો બનાવવાની પરંપરા જીવંત રાખી
જોકે કેટલાક અસામાજિક તત્વોએ ઘટના સ્થળે આવી મહારાષ્ટ્રીયન સમાજના યુવાનોને ગંદી ગાળો આપી અને મારપીટ કરી હતી. આ દરમિયાન તેઓએ શિવાજી મહારાજની પ્રતિમા અને કિલ્લો પણ તોડી પાડ્યો હતો. આ બનાવના સંદર્ભે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જરૂર પડે તો આવેદનપત્ર પણ આપવામાં આવશે તેવુ સ્થાનિકોએ જણાવ્યું હતું. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડતા મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ