વડોદરા: છેલ્લા અમુક દિવસોથી પાદરા ગામમાં એક પાડાએ આતંક(Terror of animals in padra) મચાવ્યો છે, આંતકના કારણે રહીશોના જીવ પણ પડીકે બંધાયા છે. વિસ્તારમાં પાડાના આતંકના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત(People were injured) થયા છે. આંતકથી બચવા માટે લોકો ઘરના બદલે વૃક્ષો પર સુવાનું પસંદ કરી રહ્યા છે.
પાડાના આંતકથી બચવા લોકો વૃક્ષ પર વિતાવે છે રાત
ડબકા ગામેથી પસાર થતી મહીં નદીના કિનારે આવેલ તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાડાનો આતંક લોકોને સતાવી રહ્યો છે. પાડાનો આતંક એટલા હદે વધી ગયો છે કે પાડાનું નામ લેતાની સાથે જ લોકોમાં એક ભય જોવા મળે છે. આ વિસ્તારમાં અંદાજે 100 જેટલા રહીશો છુટા છવાયા ખેતરોમાં વસવાટ કરે છે અને પાડાના ડરથી રાત દરમિયાન કેટલાક રહીશો ઝાડ પર ખાડલા બાંધીને સુવા મજબુર બન્યા છે અને પાડાના હુમલાથી અનેક લોકો ઘાયલ પણ થયા છે.